શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
એક દિવસ માટે પોલીસ બનેલી પુત્રીએ પિતાને ફટકાર્યો દંડ, જાણો કઈ બાબતનો ફાડ્યો મેમો
પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓનો પરિચય મેળવ્યા બાદ આકાંક્ષા ગુપ્તા માર્કેટમાં ચેકિંગ માટે ગઈ હતી. ગાડીઓના ચેકિંગ દરમિયાન તેણે હેલ્મેટ વગર ફરી રહેલા તેના પિતાને જોયા હતા.
ઈટાવાઃ ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક દિવસ માટે પોલીસ બનેલી પુત્રીએ પિતાને પણ મેમો ફટકાર્યો હતો. કર્તવ્ય પ્રત્યે જવાબદારી નીભાવતા બીએસસી સ્ટુડન્ટ આકાંક્ષાએ ઉદાહરણ રજૂ કર્યું હતું. તેણે બજારમાં હેલ્મેટ વગર ફરતાં પિતાને પણ મેમો પકડાવ્યો હતો. ઉપરાંત ભવિષ્યમાં આવી ભૂલ ફરીથી ન કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
બાલિકા દિવસના અવસર પર ઈટાવાના ઉસરાહાર પોલીસ સ્ટેશનમાં આકાંક્ષા ગુપ્તાને પ્રભારી પદનો કાર્યભાર આપવામાં આવ્યો હતો. એક દિવસ માટે આંકાક્ષાએ ફરિયાદીની અરજીથી લઈને દબાણ હટાવવા સુધીની ફરિયાદો પર કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. આ પદની જવાબદારી તે ખુશ થઈ હતી.
પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓનો પરિચય મેળવ્યા બાદ આકાંક્ષા ગુપ્તા માર્કેટમાં ચેકિંગ માટે ગઈ હતી. ગાડીઓના ચેકિંગ દરમિયાન તેણે હેલ્મેટ વગર ફરી રહેલા તેના પિતાને જોયા હતા. તેણે તાત્કાલિક ગાડી થોભાવીને મેમો ફાડવાનો આદેશ આપ્યો. પિતાએ પણ ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાના શપથ લીધા હતા.
તેણે પોતાના કર્તવ્ય અંગે જણાવ્યું કે, પોલીની કાર્યશૈલીને નજીકથી જાણવા સમજવાનો મોકો મળ્યો. તેણે કહ્યું, દીકરીઓ હવે ખભે ખભો મિલાવી સમાજ અને દેશના નિર્માણ માટે કામ કરી રહી છે. તેની સાથે કૃતિએ સબ ઈન્સ્પેક્ટરનો કાર્યભાર સંભાળ્યો હતો.
લાલ કિલ્લા પર જ્યાં PM ફરકાવે છે ત્રિરંગો, ત્યાં ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ઝંડો, Photos
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion