Punjab Election 2022: અમૃતસરમાં અરવિંદ કેજરીવાલે લોકોને આપ્યા અનેક વચનો, જણાવી પુરી યોજના
પંજાબમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે
Punjab Election 2022: પંજાબમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે. પંજાબ પ્રવાસ પર શનિવારે વર્ષના પ્રથમ દિવસે તેમણે અમૃતસરમાં શ્રી રામ તીર્થ મંદિરનો પ્રવાસ કર્યો હતો અને તેમણે વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યના તમામ અનુસુચિત જાતિના બાળકોને શિક્ષણ આપવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો પંજાબમાં તેમની સરકાર બનશે તો અમે અસ્થાયી સફાઇ કર્મચારીઓને કાયમી કરીશું અને તેમને તમામ સુવિધાઓ આપીશું. તેમણે કહ્યું કે જે લોકો ગટરમાં જઇને હાથથી સફાઇ કરે છે તેમને અમે મશીનો આપીશું જેનાથી તે વ્યાપાર કરી શકશે. સફાઇ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. તે સિવાય તેમને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે.
તેમણે કહ્યું કે બાબા સાહેબ ગરીબ પરિવારમાં જન્મ્યા હતા અને તેમણે વિદેશથી બે-બે ડિગ્રી હાંસલ કરી છે. બાબા સાહેબ ઇચ્છતા હતા કે ગરીબ અને દલિત બાળકોને સારું શિક્ષણ મળે. અમે તેમના સપનાને પુરુ કરીશું.
अगर हमारी पंजाब में सरकार बनती है तो हम अस्थाई सफ़ाई कर्मचारियों को स्थायी करेंगे और उनको सारी सहूलियतें दी जाएंगी। जो लोग सीवर में जाकर हाथों से साफ करते हैं उनको हम मशीने देंगे जिससे वह अपना व्यापार कर सकें: आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल, अमृतसर, पंजाब pic.twitter.com/GtbRzG61p1
— ANI_HindiNews (@AHindinews) January 1, 2022
કેજરીવાલે કહ્યું કે આજે પણ ગરીબ અને દલિત સમાજના બાળકોને સારું શિક્ષણ મળી રહ્યું નથી. પંજાબમાં સરકાર બનશે તો ગરીબ અને એસસી બાળકોને સારુ શિક્ષણ આપીશું. દરમિયાન તેણે પંજાબની કોગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. નોંધનીય છે કે ચંડીગઢ નગર નિગમ 2021ની ચૂંટણીમાં આપ પાર્ટીએ 14 બેઠકો પર જીત હાંસલ કરી હતી.