શોધખોળ કરો
Advertisement
એર સ્ટ્રાઇક પર કોંગ્રેસ નેતા બોલ્યા- અમારી સરકારમાં 18-19 વાર થઇ સર્જિકલ સ્ટ્રાઇક, અમે ક્યારેય રાજનીતિ નથી કરી
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં થયેલી એર સ્ટ્રાઇકને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ રક્ષા રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આ મુદ્દે મોટુ નિવેદન આપ્યુ છે.
તેમને કહ્યું કે, કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન 18-19 સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી, પણ અમે (કોંગ્રેસે) ક્યારેય રાજનીતિ નથી કરી, ક્યારેય ઢંઢેરો નથી પીટ્યો, ભાજપ પુલવામા મામલાનું રાજનીતિકરણ કરી રહ્યું છે.
રાહુલ ગાંધીના નજીકના અને મનમોહન સિંહની સરકારમાં રક્ષા રાજ્ય મંત્રી તથા યુવા મામલાનો સ્વતંત્ર પ્રભાર સંભાળનારા જિતેન્દ્ર સિંહે કહ્યું કે, સેનાની કાર્યવાહી પર ક્યારેય રાજનીતિ ના કરવી જોઇએ.
નોંધનીય છે કે, ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના પીઓકે સ્થિત બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં 350થી વધુ આતંકીઓ ઠાર થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement