Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
Excise Policy Case: અરવિંદ કેજરીવાલની ગયા મહિને 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્ધારા ધરપકડ કરવામાં આવી હતી
Arvind Kerjiwal-K Kavitha Custody: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલ, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતા અને ચનપ્રીત સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં ત્રણેયની કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ રીતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલ તિહાડ જેલમાં જ રહેવાના છે. કવિતાને પણ તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે.
Delhi's Rouse Avenue Court extends Judicial Custody till May 7 of Delhi CM Arvind Kejriwal and BRS Leader K Kavitha and one Chanpreet Singh in ED case related to the Excise Policy matter
— ANI (@ANI) April 23, 2024
All the accused were produced virtually before the court from Tihar.
રાઉસ એવન્યુ કોર્ટે CBI કેસમાં કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી છે, જે દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત છે. કેજરીવાલ, કવિતા અને ચનપ્રીતને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની ગયા મહિને 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એ જ રીતે કેજરીવાલની ધરપકડના લગભગ એક અઠવાડિયા પહેલા EDએ કવિતાની હૈદરાબાદથી 15 માર્ચે ધરપકડ કરી હતી. ચનપ્રીતની 15 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી.
The Court also extends K Kavitha judicial custody in the CBI case related to the Excise Policy matter till 7 May
— ANI (@ANI) April 23, 2024
કેજરીવાલની તપાસ માટે AIIMS મેડિકલ બોર્ડની રચના કરશે
જ્યુડિશિયલ કસ્ટડી વધારવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કોર્ટે આમ આદમી પાર્ટીના વડાની એક અરજીને ફગાવી દીધી હતી. આમાં કેજરીવાલે માંગ કરી હતી કે તેમને તેમની પત્ની સુનીતા કેજરીવાલની હાજરીમાં દરરોજ 15 મિનિટ માટે તેમના ડૉક્ટરો સાથે તબીબી સલાહ લેવાની મંજૂરી આપવામાં આવે. જો કે, કોર્ટે નિર્દેશ આપ્યો કે કેજરીવાલને જરૂરી તબીબી સારવાર આપવામાં આવે.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે તિહાડ જેલ સત્તાવાળાઓ એઈમ્સના નિર્દેશક દ્વારા રચાયેલ મેડિકલ બોર્ડની નિમણૂક કરશે, જેમાં એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટનો સમાવેશ થશે. બોર્ડ નક્કી કરશે કે કેજરીવાલના લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિનની જરૂર છે કે નહીં. આ ઉપરાંત બોર્ડ તેમના સ્વાસ્થ્યને લગતા અન્ય પાસાઓ પર પણ ધ્યાન આપશે.
કેજરીવાલને ઇન્સ્યુલિન અપાયું
અરવિંદ કેજરીવાલનું બ્લડ સુગર વધી જતાં તેમને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. તિહાડના એક અધિકારીએ મંગળવારે (23 એપ્રિલ) જણાવ્યું હતું કે AIIMSના ડૉક્ટરોની સલાહ પર કેજરીવાલને સોમવારે સાંજે ઓછી માત્રામાં ઇન્સ્યુલિનના બે યુનિટ આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે દિલ્હીના સીએમની બ્લડ સુગર વધીને 217 થઈ ગયું હતું ત્યારબાદ તેમની સંભાળ લઈ રહેલા ડોક્ટરોએ ઈન્સ્યુલિન આપવાનો નિર્ણય કર્યો હતો.