કોરોનાની કેસમાં સતત ઘટાડો થતાં દેશના ક્યાં રાજ્યોમાં લોકડાઉન હટાવી દેવાયું શું ખુલ્લુ રહેશે અને શું રહેશે બંધ જાણો
Unlock Explained: દેશમાં કોરોના વાયરસનું સંકટ હજુ ખતમ નથી થયું. જો કે કોરોની બીજી લહેર ખતમ થવાના આરે છે. કેસમાં સતત ડાઉનફો્લ્સ જોવા મળી રહ્યો છે. જેથી હવે પ્રતિબંધમાં પણ ઢીલ આપવામાં આવી રહી છે. જો કે હજુ કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન લંબાવવાનો પણ નિર્ણય કરાયો છે.
નવી દિલ્લી: દેશમાં કોરોના વાયરસનું સંકટ હજુ ખતમ નથી થયું. જો કે કોરોની બીજી લહેર ખતમ થવાના આરે છે. કેસમાં સતત ડાઉનફો્લ્સ જોવા મળી રહ્યો છે. જેથી હવે પ્રતિબંધમાં પણ ઢીલ આપવામાં આવી રહી છે. જો કે હજુ કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન લંબાવવાનો પણ નિર્ણય કરાયો છે.
રાજધાની દિલ્લી અને કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયું. મહારાષ્ટ્રે આજથી લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. તો તો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ચાર જિલ્લાને છોડીને બાકી જિલ્લોમાં કોરોના કર્ફ્યૂમાં ઢીલ આપવામાં આવી છે. જે ચાર જિલ્લાાં પ્રતિબંઘ લાગૂ રહેશે તેમાં રાજધાની લખનઉ પણ સામેલ છે.
તો દેશની રાજધાની દિલ્લીમાં આજથી ઓડ ઇવનના આધારે દુકાન ખોલવાની મંજૂરી આપવાામાં આવી છે. તેની સાથે પચાસ ટકા ક્ષમતાની સાથે મેટ્રો પણ દોડશે. તો બીજી તરફ મહારાષ્ટ્ર સંક્રમણના દર અને હોસ્પિટલમાં ઓક્સિજન બેડના આધારે પાંચ કેટેગરી બનાવીને લોકડાઉનથી છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
દિલ્લીમાં શું ખુલશે
બજાર, મોલ શોપિંગ કોમ્પલેક્સ (ઓડ ઇવનના આધારે સવારે 10 વાગ્યાંથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશ) રેસીડન્સ વિસ્તારની આસપાસની દુકાનો, બજારો સવારે 10થી સાંજે 8વાગ્યા સુધી ખુલ્લી રહેશે. પ્રાઇવેટ ઓફિસ તેમની 50 ટકા ક્ષમતાની સાથે ,સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે. સરકારી ઓફિસ પણ ખુલ્લી રહેશે. કલાસ-1 ઓફિસર 100 ટકા ક્ષમતા અને બાકી 50 ટકા ક્ષમતાની કામ કરશે. ઇ કોમર્સ કંપની ઘર પર સામાન ડિલીવર કરી શકશે.
દિલ્લીમાં શું રહેશે બંધ
જિમ, સ્પા, સલૂન, ઇન્ટરટેઇનમેન્ટ પાર્ક, વોટર પાર્ક, એસ્બલી હોલ, ઓડિૉરિયમ. સાપાત્હિક બજાર, એજ્યુકેશન અને કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ, સિનેમા અને થિયેટર, રેસ્ટોરન્ટ અને બાર, બાર્બરશોપ, બ્યુટીપાર્લર, સ્વિમિંગ પુલ બંધ રહેશે.
અન્ય રાજ્યોમાં શું છે સ્થિતિ
ઉત્તર પ્રદેશમાં ચાર જિલ્લાના છોડીને મેરઠ, લખનઉ અને ગોરખપુર, સહરાનપુરને છોડીને 71 જિલ્લોમાં કર્ફૂય હટાવી દેવાયો છે. અહી વીકએન્ડ લોકડાઉન ચાલુ રહેશે, તો હરિયાળામાં 14 જૂન સુધી લોકડાઉન વધારી દેવાયું છે જો કે દુકાન, શોપમોલ ખોલવાની છૂટ આપી દેવાઇ છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ સ્ટાલિને સોમવારથી પ્રતિબંધમાં થોડી ઢીલ દેવાનો નિર્ણય કર્યો છે. જો કે તમિલનાડુના 11 જિલ્લામાં હજુ પણ પ્રતિબંધ યથાવત રહેશે. હિમાચલ પ્રદેશમાં કોરોના કર્ફ્યૂ 14 જૂન સુધી વધારી દીધી છે. મિજોરમની રાજધાની આઇઝોલમમાં લોકડાઉન 14 જુન સુધી વધારી દેવાયું છે.
રાજ્ય અને કેન્દ્રશાસિસત પ્રદેશમાં લોકડાઉનની સ્થિતિ
-દિલ્લીમાં સાત જૂનથી પ્રતિબંઘમાં ઢીલની સાથે લોકડાઉન લાગૂ રહેશે.
-હરિયાણામાં પ્રતિબંધામાં છૂટની સાથે14 જૂન સુધી લોકડાઉન રહેશે.
-પંજાબમાં 10 જૂન સુધી લોકડાઉન રહેશે.
-ઉત્તરપ્રદેશમાં 67 જિલ્લામાં પ્રતિબંઘમાં છૂટ જો કે નાઇટ કક્યૂ અને વીકએન્ડ લોકડાઉન યથાવત રહેશે
-બિહારમાં 8 જૂન સુધી લોકડાઉન રહેશે.
-ઓડિશામાં 17 જૂન સુધી લોકડાઉનના પ્રતિંબંધો રહેશે.
-પશ્ચિમ બંગાળમાં લોકડાઉનને 15 જૂન સુધી ચાલુ રાખવાની ધોષણા કરી છે.
-રાજસ્થાનમાં 8 જૂન સુધી ચાલું રહેશે લોકડાઉન
-છતીસગઢમાં આગામી આદેશ સુધી લોકડાઉન ચાલુ રહેશે.
-ઉતરાખંડમાં 15 જૂન સુધી પ્રતિબંધ વધારી દેવાયા છે.