Explainer: કોરોનાનો નવો ઓમિક્રોન XE Variant શું છે, તમને કેટલું જોખમ?, જાણો તમામ જવાબ
કોરોના અમુક સમય બાદ પોતાનું રુપ બદલીને ફરીથી પોતાની અસર બતાવે છે. ત્યારે હવે એ નક્કી કરવું મુશ્કેલ બનતું હોય છે કે નવા આવતા કોરોના વેરિયન્ટથી ચિંતિત થવું જોઈએ કે નહી.
Covid-19: કોરોના અમુક સમય બાદ પોતાનું રુપ બદલીને ફરીથી પોતાની અસર બતાવે છે. ત્યારે હવે એ નક્કી કરવું મુશ્કેલ બનતું હોય છે કે નવા આવતા કોરોના વેરિયન્ટથી ચિંતિત થવું જોઈએ કે નહી. હવે કોરોનાનો નવો રી-કોમ્બિનેન્ટ વેરિયેન્ટ ઓમિક્રોન XE વેરિયન્ટ સામે આવ્યો છે. આ નવા વેરિયન્ટમાં બે ઓમિક્રોન સ્ટ્રેન સાથે આવ્યા છે.
પહેલાં ઓમિક્રોનના વેરિયન્ટ વિશે જાણોઃ
ઓમિક્રોન SARS-CoV-2 વાયરસનો એક વેરિયેન્ટ છે જે પ્રથમ 11 નવેમ્બર 2021માં આવ્યો હતો. આ વેરિયન્ટ બાદ ડેલ્ટા વેરિયેન્ટનો કહેર પુર્ણ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ઓમિક્રોન વેરિયેન્ટના ઘણા રુપ સામે આવ્યા છે જે ખૂબ ઝડપથી ફેલાય છે. જેમાં અત્યાર સુધી BA.1, BA.2 અને BA.3 નામના વેરિયન્ટ આવ્યા છે.
XE શું છે અને ક્યાં ફેલાઈ રહ્યો છે?
XE વેરિયેન્ટ ઓમિક્રોનના BA.1 અને BA.2 વેરિયેન્ટ જોડાઈને બન્યો છે. આ સાથે BA.1 અને BA.2ના બીજા પણ ઘણા રીકોમ્બિનેટ્સ આવી ગયા છે જેમાં યુકેમાં XQ, જર્મનીમાં XG, ડેનમાર્કમાં XJ અને બેલ્જિયમમાં XK. XE વેરિયેન્ટથી કોરોના કેસ વધ્યાની ઘટનાઓ સામે આવી હતી. આ વેરિયેન્ટે ઈંગ્લેન્ડમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસ વધાર્યા હતા અને એક સાથે 1100 XE વેરિયેન્ટના કેસ નોંધાયા હતા.
XE વેરિયેન્ટ ભારત, ચીન અને થાઈલેન્ડમાં પણ નોંધાયો હતો. શરુઆતમાં XEનો ગ્રોથ રેટ BA.2 વેરિયેન્ટ જેવો જ દેખાતો હતો. પરંતુ બ્રિટેન દ્વારા જાહેર કરાયેલા તાજા અપડેટ મુજબ XE વેરિયેન્ટનો ફેલાવો BA.2 કરતાં લગભગ 10થી 20 ટકા વધુ છે. આ ડેટા પરથી કહી શકાય છે BA.2 કરતાં XE વેરિયેન્ટ વધુ સંક્રામક છે.
શું આપણે ચિંતા કરવી જોઈએ?
આપણી રોગપ્રતિકારક શક્તિ જે કોરોના સામે આપણને બચાવે છે અને આ રોગપ્રતિકારક શક્તિ રસીકરકણ અને પહેલાં થયેલા કોરોનાથી જ બને છે. રોગપ્રતિકારક શક્તિથી કોરનાના સ્પાઈક પ્રોટિન સામે લડવામાં મદદ મળે છે. આ જોતાં XE પણ મુળ રુપથી BA.2 જેવા જ સ્પાઈક પ્રોટીન ધરાવે છે જેના પરથી કહી શકાય કે, XE વેરિયેન્ટ આપણી રોગપ્રતિકારક શક્તિને ઘણું નુકસાન નહીં પહોંચાડી શકે.
જો કે, કેટલીક પબ્લિક હેલ્થ એજન્સીઓ અને નિષ્ણાંતોના એક સમુહે આ નવા વેરિયન્ટ પર નજર રાખવી જોઈએ. જોકે આમાં કંઈ અનપેક્ષિત નથી. હાલ જે દુનિયામાં જોવાઈ ચુક્યું છે એવી જ અસર આ વેરિયન્ટથી જોવા મળી રહી છે. જેથી સામાન્ય લોકો માટે આ નવો વેરિયન્ટ ખતરારુપ નથી.