(Source: ECI/ABP News/ABP Majha)
INS Ranvir Explosion: મુંબઈમાં INS Ranvir માં બ્લાસ્ટ, 3 નૌસૈનિક શહીદ, ઘણા ઈજાગ્રસ્ત થયા
મુંબઈમાં INS રણવીરમાં બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટમાં ત્રણ નૌસૈનિકો શહીદ થયા છે, જ્યારે ઘણા ઈજાગ્રસ્ત થયા છે.
મુંબઈમાં INS રણવીરમાં બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટમાં ત્રણ નૌસૈનિકો શહીદ થયા છે, જ્યારે ઘણા ઈજાગ્રસ્ત થયા છે. મુંબઈના નેવલ ડોકયાર્ડમાં આજે એટલે કે મંગળવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. INS રણવીરના આંતરિક કમ્પાર્ટમેન્ટમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ નૌસૈનિકો શહીદ થયા છે, જ્યારે ઘણા જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટના બાદ જહાજના ક્રૂએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ભારતીય નૌકાદળના અધિકારીએ આ માહિતી આપી છે.
INS રણવીર ભારતીય નૌકાદળનું પોર્ટ છે. INS રણવીર નવેમ્બર 2021 થી પૂર્વીય નૌસેના કમાનથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ તૈનાતી પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું. આ મામલે તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીને આદેશ આપવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટમાં ઘાયલ થયેલા ત્રણ નૌસૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આઈએનએસ રણવીરમાં આ વિસ્ફોટના કારણ વિશે નેવી દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારતીય નેવીએ બ્લાસ્ટની તપાસ માટે એક કમિટી બનાવી છે, જે બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ કરશે.
આ એક મોટી ઘટના છે, જેમાં ત્રણ ખલાસીઓએ જીવ ગુમાવ્યો અને 10 સૈનિકો ઘાયલ થયા. તે જ સમયે, કોઈ મોટી સામગ્રી નુકસાનના અહેવાલ નથી. પ્રથમ દ્રષ્ટિએ આ વિસ્ફોટ કોઈપણ તોડફોડ અથવા કોઈપણ હથિયાર અથવા દારૂગોળાની ખામી સાથે સંબંધિત નથી. વિસ્ફોટનું કારણ મશીનરી નિષ્ફળતા હોઈ શકે છે.