Fact Check: ફૂડ ડિલીવરી ગર્લ પર રેપના દાવા સાથેનો વીડિયો છે સ્ક્રિપ્ટેડ
BOOM ને જાણવા મળ્યું કે વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ હતો. તે વીડિયો ક્રિએટર સંજના ગલરાનીએ બનાવ્યો હતો.
CLAIM
વીડિયોમાં ફૂડ ડિલીવરી ગર્લ પર બળાત્કાર થયો હતો.
FACT CHECK
BOOM ને જાણવા મળ્યું કે વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ હતો. તે વીડિયો ક્રિએટર સંજના ગલરાનીએ બનાવ્યો હતો.
એક ફૂડ ડિલિવરી ગર્લ સાથે બળાત્કારનો દાવો કરતો એક સ્ક્રિપ્ટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને વાસ્તવિક ઘટના માનીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
BOOM ને જાણવા મળ્યું કે વાયરલ વિડિયો સંજના ગલરાની નામની એક કન્ટેન્ટ ક્રિએટરે બનાવ્યો છે. બૂમે આ અગાઉ પણ સંજનાએ અપલોડ કરેલા સ્ક્રિપ્ટેડ વીડિયો પર ખોટા દાવાઓ પર ફેક્ટ ચેક કર્યું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ફૂડ ડિલિવરી પાર્ટનર એક ઘરે પાર્સલ આપવા જઇ રહી છે. પાર્સલ લેનારા છોકરાઓ તેને પૈસા આપતા નથી અને તેને બળજબરીથી પોતાના રૂમમાં ખેંચી લે છે અને થોડા સમય પછી તેને બહાર કાઢી મુકે છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે એક યુઝરે લખ્યું, 'ડિલિવરી ગર્લ્સ પર બળાત્કાર થયો.'
વીડિયો પ્લેટફોર્મ યુ-ટ્યુબ (આર્કાઇવ લિંક) પર પણ આ દાવા સાથે વાયરલ છે.
ફેક્ટ ચેક
વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે
બૂમે દાવાની તપાસ કરવા માટે વાયરલ વીડિયોની એક કીફ્રેમને ગૂગલ લેન્સ મારફતે સર્ચ કરી હતી. અમે Sanjjanaa Galrani નામના એક ફેસબુક પેજ પર આ વિડીયો 28 ડિસેમ્બર, 2024ના રોજ અપલોડ થયેલો મળી આવ્યો હતો.
વિડિઓ પોસ્ટના કેપ્શનમાં એક ડિસ્ક્લેમર આપવામાં આવ્યું હતું કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. પોસ્ટમાં લખ્યું હતું કે, "વિડિયો જોવા બદલ આભાર. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે આ પેજ પર આવા ઘણા સ્ક્રિપ્ટેડ, ડ્રામા અને પેરોડી વીડિયો છે. આ શોર્ટ ફિલ્મ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે છે. આ વિડિઓમાં બતાવેલ બધા પાત્રો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે છે.
મૂળ લખાણઃ Disclaimer: Thank you for watching! Please be aware that this page features scripted dramas and parodies as well. These short films are for entertainment & educational purposes only! Characters in this video are entertainment and educational purpose.)
અમને જાણવા મળ્યું કે આ વીડિયોના અંતે પણ અંગ્રેજી ભાષામાં આવું જ એક ડિસ્ક્લેમર મૂકવામાં આવ્યું છે. તેનો હિન્દી અનુવાદ છે, "આ રીલ લાઇફ વીડિયો ફૂટેજ ફક્ત લોકોને જાગૃત કરવા માટે પબ્લિશ કરવામાં આવ્યું છે. જેથી તેઓને એ સમજાવી શકાય કે વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓ કેવી હશે. વીડિયોમાં બતાવેલ બધા પાત્રો શૈક્ષણિક હેતુ માટે છે."
આ જ વીડિયો 2 જાન્યુઆરી, 2025ના રોજ 3RD EYE નામના યુટ્યુબ ચેનલ પેજ પર પણ શેર કરવામાં આવ્યો હતો. અમને જાણવા મળ્યું કે 3RD EYE એ એન્ટરટેનિંગ કન્ટેન્ટ બનાવતી એક YouTube ચેનલ છે જે આવા સ્ક્રિપ્ટેડ વીડિયો બનાવે છે.
સંજના ગલરાનીના ફેસબુક પેજ અને 3rd Eye યુટ્યુબ ચેનલ પર આ પ્રકારના અનેક વીડિયો જોઈ શકાય છે. ચેનલ પર અપલોડ કરાયેલો વીડિયો એક ચોક્કસ ફોર્મેટને ફોલો કરવામાં આવે છે જેથી તે સીસીટીવી ફૂટેજ જેવો લાગે છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક BOOM એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)