Fact Check: CM યોગીના નામે વાયરલ થઈ રહેલું આ નિવેદન ફેક છે
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ સ્ક્રીનશોટ એડિટેડ છે. સીએમ યોગીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એડિટેડ સ્ક્રીનશોટને ખોટા દાવાની શેર કરવામાં આવી રહ્યો છે. પહેલા પણ આ દાવો વાયરલ થઈ ચૂક્યો છે.
સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચેનલની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીર પર લખવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જો અમારી સરકાર પડી તો હું આખા દેશમાં આગ લગાવી દઈશ. સીએમ યોગીના આ કથિત નિવેદનને સોશિયલ મીડિયા યુઝર્સ લોકસભા ચૂંટણી 2024 સાથે જોડીને શેર કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ સ્ક્રીનશોટ એડિટેડ છે. સીએમ યોગીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એડિટેડ સ્ક્રીનશોટને ખોટા દાવાની શેર કરવામાં આવી રહ્યો છે. પહેલા પણ આ દાવો વાયરલ થઈ ચૂક્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક પર યુઝરે 9 મે 2024ના રોજ વાયરલ પોસ્ટને શેર કરી છે. પોસ્ટ પર લખવામાં આવ્યું છે, “જો અમારી સરકાર પડી તો આખા દેશમાં આગ લગાવી દઈશઃ યોગી આદિત્યનાથ… યોગી આદિત્યનાથ કાનપુરથી લાઈવ.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈ રિર્પોટ ન મળ્યા. વાયરલ સ્ક્રીનશોટને ધ્યાનથી જોતા અમને જાણવા મળ્યું કે પોસ્ટમાં ભાષાની ઘણી અશુદ્ધિઓ છે. આ પછી અમને પોસ્ટ ફેક હોવાની શંકા ગઈ. અમને જાણવા મળ્યું કે સ્ક્રીનશોટ પર મંતવ્ય ન્યૂઝનો લોગો લાગેલો છે.
તપાસને આગળ વધારતા અમે મંતવ્ય ન્યૂઝ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને મંતવ્ય ન્યૂઝની ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મળ્યાં. પ્રાપ્ત માહિતી અનુસાર, મંતવ્ય ન્યૂઝ એક ગુજરાતી ચેનલ છે, જે માત્ર ગુજરાતીમાં જ સમાચારને પ્રકાશિત કરે છે અને ચલાવે છે.
અમે મંતવ્ય ન્યૂઝના સોશિયલ મીડિયા અને યુટ્યુબ ચેનલને સર્ચ કરી. અમને દાવા સાથે સંબંધિત કોઈ પોસ્ટ ત્યાં મળી નથી, ન તો અમને કોઈ પોસ્ટ હિન્દીમાં મળી. અમે વેબસાઈટ પણ સર્ચ કરી. ત્યાં પણ તેના સંબંધિત કોઈ માહિતી ન હતી.
પહેલા પણ આ દાવો વાયરલ થઈ ચૂક્યો છે. તે દરમિયાન અમે મંતવ્ય ન્યૂઝ સાથે સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે વાયરલ દાવો ખોટો છે. અમે આવા કોઈ સમાચાર પ્રકાશિત કર્યા નથી. આ તસવીર એડિટેડ છે.
વધુ માહિતી માટે અમે યુપી બીજેપીના પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે સંપર્ક કર્યો, તેમણે દાવાને ખોટો ગણાવ્યો છે.
છેલ્લે અમે ફોટાને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે જોડાયેલ પોસ્ટ્સને શેર કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ સ્ક્રીનશોટ એડિટેડ છે. સીએમ યોગીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એડિટેડ સ્ક્રીનશોટને ખોટા દાવાની શેર કરવામાં આવી રહ્યો છે. પહેલા પણ આ દાવો વાયરલ થઈ ચૂક્યો છે.
ડિસ્ક્લેમર: આ અહેવાલ પ્રથમ vishvasnews.com પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ વાર્તા ABP લાઈવ ગુજરાતીમાં વિશેષ વ્યવસ્થા સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવી છે. એબીપી લાઈવ ગુજરાતીએ હેડલાઈન સિવાય રિપોર્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી.