શોધખોળ કરો

Tomato Prices: ટામેટાના ભાવે કર્યો કમાલ, એક મહીનામાં કરોડપતિ બન્યો ભારતનો આ ખેડૂત

છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ટામેટાંના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

Tomato Price: દેશભરમાં સતત વધી રહેલા ટામેટાના ભાવને કારણે તે સામાન્ય લોકોની થાળીમાંથી એકદમ ગાયબ થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ટામેટાંના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ટામેટાંની વધતી કિંમત સામાન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની ગઈ છે ત્યારે મહારાષ્ટ્રના પુણેનો એક ખેડૂત ભાવ વધારાના કારણે કરોડપતિ બની ગયો છે. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ભાગોજી ગાયકર નામના ખેડૂતે માત્ર ટામેટાં વેચીને જ 1.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી 13,000 ક્રેટ ટામેટાં વેચીને થઈ છે. હાલમાં દેશભરમાં ટમેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. 

ટામેટાએ બનાવ્યો કરોડપતિ 

ખેડૂત ભગોજી ગાયકર પાસે કુલ 18 એકરથી વધુ ખેતીની જમીન છે. તેમાંથી તે પોતાના પરિવારની મદદથી 12 એકર જમીનમાં ટામેટાંની ખેતી કરે છે. આ વર્ષે તેમના ખેતરમાં ટામેટાંનો ખૂબ જ સારો પાક થયો છે, જેના માટે તેમને બજારમાં ખૂબ સારા ભાવ મળ્યા છે. ભગોજી ગાયકરે જણાવ્યું કે આજકાલ તેઓ ટામેટાંનો એક ક્રેટ વેચીને 2,100 રૂપિયા કમાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શુક્રવારે 900 ક્રેટ ટામેટાં વેચીને તેણે એક દિવસમાં 18 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

અન્ય ખેડૂતો પણ ટામેટાંની ખેતી કરી રહ્યા છે

તેમણે કહ્યું કે નારાયણગંજમાં ટામેટાની કિંમત છેલ્લા મહિનામાં 1,000 રૂપિયાથી લઈને 2,400 રૂપિયા પ્રતિ ક્રેટ સુધી રહી છે. ભગોજી ગાયકરની કમાણી જોઈને આ વિસ્તારના અન્ય ખેડૂતો પણ ટામેટાંની ખેતી કરી રહ્યા છે, જેથી તેઓ આવનારા સમયમાં ઘણી કમાણી કરી શકે. સ્થાનિક સમિતિના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં ખેડૂતોએ ટામેટાંના વેચાણ દ્વારા 80 કરોડથી વધુની કમાણી કરી છે.

કર્ણાટકમાં પણ ખેડૂતોએ લાખોની કમાણી કરી 

નોંધનીય છે કે માત્ર મહારાષ્ટ્ર જ નહીં, કર્ણાટક જેવા રાજ્યોના ખેડૂતોએ પણ છેલ્લા એક મહિનામાં ટામેટાં વેચીને લાખો-કરોડોની કમાણી કરી છે. કર્ણાટકના કોલારમાં એક ખેડૂતે ટામેટાંના માત્ર 2,000 બોક્સ વેચીને 38 લાખ રૂપિયાની કમાણી કરી છે. નોંધનીય છે કે દેશભરમાં ટામેટાંની વધતી કિંમતોને કારણે સરકારે અનેક પગલાં લીધાં છે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF) ઘણા રાજ્યોમાં 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કરે છે. ફેડરેશન આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાંની ખરીદી કરી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
Embed widget