શોધખોળ કરો
Advertisement
વિવિધ માંગો સાથે દિલ્હી બોર્ડર સુધી પહોંચ્યા હજારો ખેડૂતો, 11 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી પદયાત્રા
રેલીમાં સામેલ ખેડૂતો સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવાની માંગ કરી છે. સાથે વીજળીના દરમાં કરેલા વધારાને પરત લેવા, શેરડી પકવતા ખેડૂતોને બાકી રકમ ચુકવવાની માંગ કરી રહ્યાં છે.
નવી દિલ્હી: ભારતીય કિસાન સંગઠને પોતાની વિવિધ માંગોને લઈ દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે. 11 સપ્ટેમ્બરે સહારણપૂરથી શરૂ થયેલી આ રેલીમાં હજારો ખેડૂતો જોડાયા છે. ખેડૂતો પોતાની માંગને લઈને કિસાન ઘાટ પર ઘેરો નાખશે. જો કે બીજી તરફ વહીવટી તંત્ર તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના પગલે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર સીઆરપીએફ અને દિલ્હી પોલીસના જવાનો તૈનાત કરી દેવાયા છે. ખેડૂતોનુ કહેવું છે જો તેઓને રોકવામાં આવ્યા તો ત્યાંજ ધરણા કરશે અને ભૂખ હડતાળ કરશે.
આ રેલીમાં સામેલ ખેડૂતો સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવાની માંગ કરી છે. સાથે વીજળીના દરમાં કરેલા વધારાને પરત લેવા, શેરડી પકવતા ખેડૂતોને બાકી રકમ ચુકવવાની માંગ કરી રહ્યાં છે.
ભારતીય કિસાન સંગઠનના અધ્યક્ષ પૂરન સિંહે શુક્રવારે કહ્યું હતું કે, કૃષિ મંત્રાલયના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વાતચીત નિષ્ફળ થયા બાદ અમારી પાસે એકમાત્ર વિકલ્બ બચ્યો છે જે અમારી માંગ તરફ ધ્યાન આકર્ષિત કરશે તે છે દિલ્હી સુધી કૂચ કરવું. ભારતીય કિસાન સંગઠનનું કહેવું છે કે સરકાર અમારી માંગો પર ધ્યાન નથી આપતી.
ખેડૂતોની માંગ છે કે ઓછા દરે વીજળી મળે, શેરડીની બાકી રકમ વ્યાજ સાથે મળે, ગૌવંશની દેખભાળનું ભત્થું વધારવામાં આવે, ખેડૂતો માટે પેન્શન શરુ કરવામાં આવે. ખેડૂતોનું અકસ્માત વીમો હોય, સ્વામીનાથન આયોગની રિપોર્ટ લાગુ કરવામાં આવે. ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement