શોધખોળ કરો
Advertisement
ખેડૂતોને ઉશ્કેરવા માટે ગુજરાત વિરોધી આ મહિલા કાર્યકર સામે પણ નોંધાયો કેસ, જાણો ક્યાં કારણસર આવેલી ચર્ચામાં ?
પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં નેતાઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર કૃષિ કાનૂના વિરોધમાં આંદોલન કર રહેલા ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. તમામ કોશિશ છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લઇને જતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો આ દરમિયાન અનેક જગ્યાએ હિંસા થઈ હતી. જેને લઈ ગઈકાલે દિલ્હી પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ખેડૂત નેતાઓ સાથે શું વાતચીત થઈ હતી તેની માહિતી આપવામાં આવી હતી અને ક્યા ખેડૂતો નેતાઓ સામે ફરિયાદ નોંધી તે જણાવ્યું હતું.
આ ખેડૂત નેતાઓ સામે FIR
દિલ્હી પોલીસ દ્વાર આપવામાં આવેલી ગાઇડલાઇનના ઉલ્લંઘન કરવા બદલ એફઆઈઆરમાં અનેક નેતાઓના નામ છે. ડો.દર્શનપાલ, રાકેશ ટિકૈત જોગિંદર સહિં ઉગાહા, બૂટા સિંહ, બલબીર સિંગ રાજેવાલ, રાજેન્દ્ર સિંહ, યોગન્દ્ર યાદવ, ભાનુ પ્રતાપ સિંહ, કુલવત સિંહ સંધૂ, દીપ સિદ્ધુ, લખા સિધાના સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
કોણે છે આ ગુજરાત વિરોધી મહિલા કાર્યકર?
એફઆઈઆરમાં ગુજરાત વિરોધી મહિલા કાર્યકર મેઘા પાટકરનું નામ પણ સામેલ છે. મેઘા પાટકર નર્મદા બચાવો આંદોલનને લઇ ચર્ચામાં આવી હતી. તેના પર દિલ્હીમાં ખેડૂતોને ઉશ્કેરવા બદલ એફઆઈઆર નોંધાઈ છે.
દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેકટર રેલીમાં 37 લોકોને જવાબદાર ગણીને તેમની સામે એફઆઈઆર નોંધી છે. જેમાં પાંચને કાવતરાના સૂત્રધાર ગણાવવામાં આવ્યા છે. આ 37 નામમાં અનેક એવા ચહેરા છે જેમને પોલીસે શોધવાના પણ છે અને પકડવાના પણ છે. પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં નેતાઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement