શોધખોળ કરો
Advertisement
Farmers Protest: કૃષિ મંત્રીએ કહ્યું, ‘આંદોલન છોડીને વાતચીત કરે ખેડૂતો, અમે કાનૂનમાં બદલાવ માટે તૈયાર’
કૃષિ મંત્રીએ કહ્યું, ભારત સરકારે સમજી વિચારીને કૃષિ કાનૂન બનાવ્યો છે.
નવી દિલ્હીઃ કૃષિ કાનૂન સામે ખેડૂતોના આંદોલનનો આજે 16મો દિવસ છે. આ દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલન ખતમ કરીને વાતચીતનો રસ્તો અપનાવવાની વાત કરી છે. તેમણે કહ્યું, કોઈપણ કાનૂનની જોગવાઈ પર આપત્તિ હોય તો તેની ચર્ચા થઈ શકે છે. પ્રસ્તાવમાં અમે તેમની આપત્તિનું નિરાકરણ કરવાની કોશિશ કરી છે. તેમમે આંદોલન ખતમ કરીને વાતચીતનો રસ્તો અપનાવવો જોઈએ.
મંત્રીએ કહ્યું, હું ખેડૂત યૂનિયનોના લોકોને કહેવા માંગુ છું કે વાતચીત કરવી જોઈએ. સરકારે તેમને જે પ્રસ્તાવ આપ્યો છે તેના પર વિચાર કરવો જોઈએ. આંદોલનથી ખેડૂતોને પણ પરેશાની થઈ શકે છે. શિયાળાની મોસમ છે, કોરોનાનો ખતરો છે. જનતાને પણ આંદોલનથી પરેશાની થઈ રહી છે. તેથી ખેડૂતોએ આંદોલન ખતમ કરી દેવું જોઈએ અને વાતચીતથી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
તેમણે એમ પણ જણાવ્યું, આંદોલન દરમિયાન યૂનિયન સાથે છ તબક્કાની વાતચીત થઈ. સરકારનો સતત આગ્રહ હતો કે કાનૂનની કઈ જોગવાઈ પર આપત્તિ છે. દરેક તબકકાની વાતચીતમાં આ શક્ય નહોતું બની શક્યું. અમે ખેડૂતો સાથે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગીએ છીએ. ખેડૂતોની દરેક ચિંતા પર વાત કરવામાં આવી છે.
કૃષિ મંત્રીએ કહ્યું, ભારત સરકારે સમજી વિચારીને કૃષિ કાનૂન બનાવ્યો છે. ખેડૂતોના જીવનમાં બદલાવ લાવવા માટે બનાવાયો છે. ખેડૂતોની સાથે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, તેને દૂર કરવા બનાવાયો છે. તેમ છતાં સરકાર ખેડૂત યૂનિયનો સાથે વાતચીત કરીને કાનૂનમાં સુધારો લાવવા તૈયાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement