શોધખોળ કરો
Farmers Protest: જાણો ખેડૂતોના હંગામા સાથે જોડાયેલી 5 મોટી વાતો
ગણતંત્ર દિવસ પર આંદોલનકરી ખેડૂતોની ટ્રેકટર રેલીએ ઉગ્ર રૂપ ધારપણ કરી લીધું છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે.

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ પર આંદોલનકરી ખેડૂતોની ટ્રેકટર રેલીએ ઉગ્ર રૂપ ધારપણ કરી લીધું છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. અમુક ઠેકાણે પોલીસે ટિયર ગેસ પણ છોડવા પડ્યા, જ્યારે અમુક જગ્યાએ ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો છે.
ખેડૂતોના હંગામા સાથે જોડાયેલી 5 મોટી વાતો
- કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનૂનો સામે ટ્રેકટર પરેડ દરમિયાન ખેડૂતો નિર્ધારીત માર્ગ પર જવાના બદલે રાષ્ટ્રીય રાજધાનીમાં ઘૂસતા અનેક જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ.
- લાલ કિલ્લામાં દાખલ થયેલા ખેડૂતોને નિયંત્રિત કરવા પોલીસે ટિયરગેસ છોડ્યા અને લાઠી ચાર્જ પણ કર્યો. તમામ કોશિશ છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લઇને જતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.
- ખેડૂતોની ટ્રેક્ટર રેલી બાદ સિંઘુ બોર્ડર સહિતના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. સિંઘુ બોર્ડર,ગાજીપુર બોર્ડર,મુકરબા ચોક,નાંગલોઇમાં રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે.
- દિલ્હીના અનેક મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખેડૂતોના બળવાના કારણે બંધ કરાયા છે. ડીએમઆરસી અનુસાર, લાલ કિલ્લો, , ઇન્દ્રપ્રસ્થ, આઇટીઓ સહિત મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે.
- ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં દિલ્હીની સુરક્ષા વ્યવસ્થાને લઈ મંથન ચાલી રહ્યું છે. બેઠકમાં ગૃહ સચિવ પણ પહોંચી ગયા છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement