શોધખોળ કરો

ખાનગી મેડિકલ કોલેજોની ફી મુદ્દે નેશનલ મેડિકલ કમિશને જાહેર કરી નવી ગાઈડલાઈન

50 ટકા બેઠકોની ફી રાજ્યની સરકારી મેડિકલ કોલેજની ફીની સમકક્ષ રખાશે.

ખાનગી મેડિકલ કોલેજોની ફી મુદ્દે કેંદ્ર સરકાર હેઠળના નેશનલ મેડિકલ કમિશને નવી ગાઈડલાઈન જાહેર કરી છે.  ખાનગી મેડિકલ કોલેજ અને ડિમ્ડ યુનિવર્સિટીમાં 50 ટકા બેઠકના સંબંધમાં ફીને લઈને નવા નિયમો જારી કરીને વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે ખાનગી મેડિકલ કોલેજની 50 ટકા બેઠકોની ફી સંબંધિત રાજ્ય અને કેન્દ્રની સરકારી મેડિકલ કોલેજ જેટલી રાખવી પડશે.  50 ટકા બેઠકોની ફી રાજ્યની સરકારી મેડિકલ કોલેજની ફીની સમકક્ષ રખાશે.

ખાનગી મેડિકલ કોલેજમાં ભણતા હજારો વિદ્યાર્થીઓને આ લાભ મળશે તેઓ હવે ઓછા ખર્ચ મેડિકલમાં અભ્યાસ કરી શકશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા જારી નિયમોમાં કહેવાયું કે વ્યાપક સ્તરે વિચાર વિમર્શ કર્યા બાદ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે કે ખાનગી મેડિકલ કોલેજ અને ડિમ્ડ યુનિવર્સિટીઓમાં 50 ટકા બેઠકોની ફી જે તે રાજ્ય કે કેન્દ્રની મેડિકલ કોલેજો જેટલી રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી મેડિકલ ફી ઓછી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. 

ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4710  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 51013 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 236 લોકો વેન્ટીલેટર પર છે. 50777 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1134683 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10648 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 11184 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  34 મોત થયા. આજે 2,71,887 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1451, વડોદરા કોર્પોરેશનમાં 781, ગાંધીનગર કોર્પોરેશનમાં 242, વડોદરા 231,   સુરત કોર્પોરેશનમાં 174,  સુરત 165, મહેસાણા 147, બનાસકાંઠા 144, રાજકોટ કોર્પોરેશન 137, ખેડા 115, આણંદ 114, ગાંધીનગર 105, કચ્છ 96, રાજકોટ 89,  પાટણ 74, ભરુચ 54, મોરબી 53, જામનગર કોર્પોરેશન 51, પંચમહાલ 50, તાપી 45, સાબરકાંઠા 42, નવસારી 39, ભાવનગર કોર્પોરેશન 36, અમદાવાદ 33,  ડાંગ 24, વલસાડ 23, જામનગર 22, છોટા ઉદેપુર 20, દેવભૂમિ દ્વારકા 20, ભાવનગર 19, અરવલ્લી 18, દાહોદ 16, ગીર સોમનાથ 16, મહીસાગર 15, સુરેન્દ્રનગર 15, અમરેલી 9, જૂનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 7, જૂનાગઢ 5, પોરબંદર 4 અને બોટાદમાં 1  કેસ નોંધાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા
Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા
IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું
IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું
Rolls Royce Cullinan ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ? દર મહિને આવશે આટલા રૂપિયાનો હપ્તો
Rolls Royce Cullinan ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ? દર મહિને આવશે આટલા રૂપિયાનો હપ્તો
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા
Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા
IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું
IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું
Rolls Royce Cullinan ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ? દર મહિને આવશે આટલા રૂપિયાનો હપ્તો
Rolls Royce Cullinan ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ? દર મહિને આવશે આટલા રૂપિયાનો હપ્તો
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
15 હજારથી પણ ઓછી કિંમતમાં લૉન્ચ થયું Acerનું નવું ટેબલેટ,8 ઇંચથી પણ મોટી મળશે ડિસ્પ્લે
15 હજારથી પણ ઓછી કિંમતમાં લૉન્ચ થયું Acerનું નવું ટેબલેટ,8 ઇંચથી પણ મોટી મળશે ડિસ્પ્લે
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Embed widget