શું સોનૂ મહાલની ગર્લફ્રેન્ડના બર્થ ડે સેલિબ્રેશનના કારણે સાગર અને સુશીલ વચ્ચે થયો હતો ઝઘડો, હવે સામે આવી આ ચોંકાવનારી વાત
દિલ્લી પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ સાગર ધનખડ અને સોનૂ મહાલ પહેલા મોડલ ટાઉનના જે ફ્લેટમાં રહેતા હતા. તે પહેલવાન સુશીલ કુમારનો હતો. ઉલ્લેખનિેય છે કે. સાગરની હત્યાના મામલે સુશીલ કુમાર જેલમાં છે
નવી દિલ્લી: શું સોનૂ મહાલની ગર્લફ્રેન્ડના બર્થ ડે સેલિબ્રેશનના ચક્કરમાં સુશીલ કુમાર અને સાગર ધનખડની વચ્ચે ઝગડો થયો હતો. આ મુદ્દે દિલ્લી પોલીસ સૂત્રનું કહેવું છે કે, સાગર ધનખડ અને સોનુ મહાલ પહેલા મોડલ ટાઉનના જે ફ્લેટમાં રહેતો હતો. તે સુશીલ કુમારનો હતો.
પોલીસનું કહેવું છે કે, આ ફ્લેટમાં સોનૂ મહાલ યૂક્રેનની રહેનાર તેમની ગર્લફ્રે્ન્ડનો બર્થ ડે મનાવી રહ્યો હતો. સોનૂ મહાલે આ યુવતીની મોટી તસવીર દિવાલ પર લગાવેલી હતી. જયારે અજય બક્કરવાલા સુશીલના આ ફ્લેટમાં પહોંચ્યો હતો ત્યારે જોયું કે. સોનૂ મહાલે તેમની ગર્લફ્રેન્ડની બર્થ ડેની તૈયારી કરી રાખી હતી.
તે તેમની મોટી તસવીર લગાવીને બર્થ ડેનું સેલિબ્રેશન કરી રહ્યો હતો. અજય બકક્રવાલાએ આખા ફ્લેટનો વીડિયો બનાવ્યો હતો. તેમણે જ્યારે આ વીડિયો બનાવ્યો તે સમયે ફ્લેટમાં માત્ર એક રસોઇયો જ હાજર હતો. અજય બકકરવાલાએ આવીડિયો સુશીલને પણ બતાવ્યો હતો. સોનૂ મહાલ તેના ફ્લેટમાં અય્યાશી કરતો હતો. તેમની ગર્લફ્રેન્ડનો બર્થ ડે સેલિબ્રેટ કરતો હતો.
ત્યારબાદ અજય બક્કરવાલાના વીડિયો બનાવવાની વાત રસોઇયાએ સોનૂને કહી દીધી હતી. ત્યારબાદ સોનૂ મહાલે અજય બક્કરવાલા અને સુશીલ પહેલવાને ખૂબ ગાળો આપી હતી.
આ ઘટના બાદ ખૂબ જ નારાજ થયો સુશીલ પહલવાન
પોલીસ સૂત્રો મુજબ આ વાતને લઇને સુશીલ બેહદ નારાજ હતો. સુશીલ અજય બક્કરવાલાની દરેક વાત પર અમલ પણ કરતો હતો. આ ઝગડા બાદ જ સુશીલે સાગર ધનખડને સોનૂમહાની સાથે ફ્લેટ ખાલી કરવાની વાત કરી હતી. ફ્લેટ ખાલી કર્યાના થોડા દિવસ બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ સાગર સોનૂ મહાલની સાથે સુશીલનો ફ્લેટ ખાલી કરીને મોડલ ટાઉનના જ બીજા ફ્લેટમાં શિફટ થઇ ગયો ગયો હતો.
આપને જણાવી દઇએ કે, સુશીલ કુમાર પર આરોપ છે કે, તેમણે તેમના સાથીઓ સાથે છત્રસાલ સ્ટેડિયમમાં સાગરની સાથે મારપીટ કરી હતી. જેમાં સાગર ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. ત્યારબાદ સાગરનું મોત થઇ ગયું હતુ. બાદ આ મામલે આરોપી સુશીલ દિલ્લીની એક જેલમાં બંધ છે.