આ રાજ્યમાં હટાવવામાં આવ્યા કોરોનાના પ્રતિબંધો, માસ્ક અંગે નહીં ભરવો પડે દંડ
દેશમાં કોરોના રોગચાળો હજી સમાપ્ત થયો નથી, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે તમામ રાજ્યોમાં મોટાભાગના કોરોનાને ગલતા પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે.
દેશમાં કોરોના રોગચાળો હજી સમાપ્ત થયો નથી, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે તમામ રાજ્યોમાં મોટાભાગના કોરોનાને ગલતા પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. હવે મહારાષ્ટ્રમાં પણ માસ્ક સિવાયના અન્ય તમામ પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે. ગુડી પડવા અને રમઝાન પહેલા સરકારે આ નિર્ણય લીધો છે. તો બીજી તરફ, કોરોનાને લઈને દિલ્હીમાં પણ DDMAની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે માસ્ક નહીં પહેરવા પર કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. સરકારી સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે.
આ રાજ્યોમાં તહેવારો પહેલા પ્રતિબંધો હટાવાયા
મહારાષ્ટ્ર સરકારના મંત્રી જિતેન્દ્ર આવ્હાડે ટ્વિટર પર માહિતી આપી છે કે રાજ્યમાં તમામ પ્રકારના કોરોના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિટર પર કેબિનેટની બેઠકનો ઉલ્લેખ કરતા મંત્રીએ લખ્યું, આજે કેબિનેટે સર્વાનુમતે કોરોના પરના તમામ પ્રતિબંધો હટાવ્યા છે. ગુડી પડવાની શોભાયાત્રા જોર શોરથી મનાવો અને રમઝાનને ઉત્સાહથી ઉજવણી કરો. મંત્રી ઉપરાંત ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાર્યાલયમાંથી પણ આ ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુડી પડવાને લઈને તમામ કોરોના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે.
દિલ્હીમાં પણ પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા
મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હીમાં પણ ડીડીએમએની બેઠક મળી હતી. જેમાં આ જ રીતના કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. આ બેઠકમાં દિલ્હી સીએમ કેજરીવાત પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થયા હતા. આ બેઠક દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અને રિવ્યૂ માટે બોલાવવામાં આવી હતી. જેમા નિર્ણય લેવામાં આવ્યો કે, હવે માસ્ક નહીં પહેરવા પર કોઈ દંડ વસુલવામાં નહીં આવે. અત્યાર સુધી માસ્ક ન પહેરવા પર 500 રૂપિયા દંડ વસુલવામાં આવતો હતો. જો કે પહેલા તો 2 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવતો હતો. છેલ્લી DDMAની મિટિંગમાં તેને ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કુલ 183 કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 219 લોકો સાજા થયા છે અને 1 દર્દીનું મોત થયું છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ 902 એક્ટિવ કેસ છે. જો આપણે રાજધાની દિલ્હીની વાત કરીએ તો, 30 માર્ચે અહીં જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 123 કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 1 કોરોના દર્દીનું મોત થયું છે. દિલ્હીમાં કુલ 459 એક્ટિવ કોરોના કેસ છે.