શોધખોળ કરો
Advertisement
લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી, ભાજપના ધારાસભ્યએ નોંધાવી FIR
જેલમાં બંધ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે.
રાંચી: જેલમાં બંધ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે ભાજપના ધારાસભ્ય લાલન પાસવાને ભાગલપુર જિલ્લાના પીરપંતીથી ગુરુવારે લાલુ યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
આરજેડી સુપ્રીમો પર પટનાના વિજિલન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમણે લાલુ યાદવ પર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્યને ફોન પર ઉશ્કેરવાનો પણ આરોપ છે.
નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ મુદ્દે ભાજપના પ્રદેશ કાર્યાલયમાં પત્રકાર પરિષદ બોલાવી હતી.
પટનામાં એફઆઈઆર દાખલ થતાં જ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, લાલન પાસવાને લાલુ યાદવ વિરુદ્ધ પટના એફઆઈઆર દાખલ કરી છે.
લાલન પાસવાને આરોપ લગાવ્યો છે કે લાલુ યાદવે તેને જેલમાંથી ફોન કરી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાગ ન લેવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે જ તેને મંત્રી બનાવવાની ઓફર કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement