શોધખોળ કરો
UP: તબલીગી જમાતના કોરોના સંદિગ્ધોએ હદ પાર કરી, નર્સો સામે ઉતાર્યા કપડા
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદના એમએમજીમાં દાખલ જમાતીઓ સતત હોસ્પિટલ સ્ટાફ સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે. આ નર્સો સામે કપડા ઉતારી દે છે. હવે જિલ્લા વહીવટીતંત્ર આ લોકોને જેલમાં બેરેકમાં બંધ કરવા પર વિચાર કરી રહ્યું છે.

નવી દિલ્હીઃ એક તરફ ડોક્ટર અને નર્સ સાથે તમામ હેલ્થ વર્કર્સ કોરોના દર્દીઓનો જીવ બચાવી રહ્યા છે તો બીજી તરફ તબલીગી જમાતના કોરોના સંદિગ્ધો હોસ્પિટલમાં હદ પાર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ગાજિયાબાદના એમએમજીમાં દાખલ જમાતીઓ સતત હોસ્પિટલ સ્ટાફ સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે. આ નર્સો સામે કપડા ઉતારી દે છે. હવે જિલ્લા વહીવટીતંત્ર આ લોકોને જેલમાં બેરેકમાં બંધ કરવા પર વિચાર કરી રહ્યું છે. હોસ્પિટલના સીએમએલએસ રવિન્દ્ર રાણાએ કહ્યું તે તબલીગી જમાત સાથે જોડાયેલા લોકો જે કોરોનાના શંકાસ્પદ દર્દીઓ છે તેમને હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. તેમનો હોસ્પિટલ સ્ટાફ સાથે વ્યવહાર ખરાબ છે. રવિન્દ્ર રાણાએ કહ્યું કે, જમાતીઓ સતત ખરાબ વ્યવહાર કરી રહ્યા છે. આ લોકો નર્સો સામે કપડા બદલવા લાગે છે અને નાની નાની વાતો પર હોબાળો મચાવે છે. આ મામલા પર ગાજિયાબાદ જિલ્લાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ અગાઉ જિલ્લાના સીએમઓએ પોલીસને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે એમએસજી હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇનમાં રખાયેલા તબલીગી જમાતના લોકો વોર્ડમાં પેન્ટ વિના જ ફરી રહ્યા છે અને નર્સો સામે અભદ્ર ઇશારાઓ કરે છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ગાજિયાબાદ પોલીસે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તેમને જેલમાં બેરેકમાં બંધ કરવા પર વિચાર કરી રહી છે. જ્યારે છ જમાતીઓ વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે.
વધુ વાંચો





















