શોધખોળ કરો
Advertisement
આજે લેહ લદ્દાખને મળશે નવી ગિફ્ટ, પહાડોમાં બ્લાસ્ટની સાથે શરૂ થશે 'જોજિલા ટનલ'નુ કામ
કારગિલ જિલ્લાના દ્રાસ અને સોનમર્ગની વચ્ચે પ્રસ્તાવિત જોજિલા ટનલના નિર્માણ માટે આજે સવારે પહાડમાં પહેલો ધડાકો કરવામાં આવશે.
લેહઃ અટલ ટનલ બાદ આજે લેહ લદ્દાખને વધુ એક નવી ગિફ્ટ મળવા જઇ રહી છે. આજે સવારે પહોડમાં બ્લાસ્ટ સાથે જોજિલા ટનલનુ કામ શરૂ થશે. 3જી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીએ હિમાચલના રોહતાંગમાં દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનુ ઉદઘાટન કર્યુ હતુ.
કારગિલ જિલ્લાના દ્રાસ અને સોનમર્ગની વચ્ચે પ્રસ્તાવિત જોજિલા ટનલના નિર્માણ માટે આજે સવારે પહાડમાં પહેલો ધડાકો કરવામાં આવશે. આ પ્રસંગે ખુદ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી હાજર રહેશે. તેમને આ ધમાકાની જાણકારી ટ્વીટર પર આપી છે.
ખર્ચવામાં આવશે 6809 કરોડ રૂપિયા
નીતિન ગડકરીએ કહ્યું કે, 11575 ફૂટની ઉંચાઇ પર બનાવવામાં આવી રહેલી આ ટનલ ખુબ આધુનિક હશે, ટનલની લંબાઇ 14.15 કિલોમીટર હશે, જેને બનાવામાં 6809 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
સૌથી આધુનિક સુરંગોમાંની એક હશે જોજિલા ટનલ
કારગિલમાં બનનારી જોજિલા ટનલ દરેક રીતે દુનિયામાં સૌથી આધુનિક સુરંગોમાંની એક હશે. અટલ ટનલની જેમ જ જોજિલા ટનલ બનાવવાનુ સપનુ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જોયુ હતુ, જેને હવે મોદી સરકાર પુરુ કરવા જઇ રહી છે.
કારગિના જોજિલા દર્રેને દુનિયાનો સૌથી ખતરનાક દર્રો માનવામાં આવે છે. ટનલ બનાવવાથી એક તો એ આને પાર કરવાનુ જોખમ ઓછુ થઇ જશે, અને જે અંતરના કાપવામા ત્રણ કલાકનો સમય લાગે છે તે માત્ર 15 મિનીટમાં પુરો થઇ જશે. જોજિલા ટનલ, શ્રીનગર, કારગિલ અને લેહને એકબીજા સાથે જોડવામાં મદદગાર થશે. જોજિલા ટનલથી સેનાને ફક્ત ચીન સીમા પર જ નહીં પરંતુ પાકિસ્તાની સીમા પર પણ જવાનોની તૈનાતી કરવામાં મદદ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion