વેક્સિન લીધા બાદ 68 વર્ષના પુરૂષનું મોત, દેશમાં રસીથી પહેલા મૃ્ત્યુની પુષ્ટી, એક્સપર્ટે આપ્યું આ કારણ
ભારતમાં કોરોનાની વેક્સિન લીધા બાદ પહેલા મોતની પુષ્ટી કરી છે. વેક્સિનના કારણે 68 વર્ષના પુરૂષનું મોત થયાનો ખુલાસો થયો છે. આ વાત કેન્દ્ર સરકરા તરફથી ગઠિત પેનલ દ્રારા સામે આવી છે. ઇન્ડિયા ટૂડે પાસે આ રિપોર્ટ છે.
VACCINE: ભારતમાં કોરોનાની વેક્સિન લીધા બાદ પહેલા મોતની પુષ્ટી કરી છે. વેક્સિનના કારણે 68 વર્ષના પુરૂષનું મોત થયાનો ખુલાસો થયો છે. આ વાત કેન્દ્ર સરકરા તરફથી ગઠિત પેનલ દ્રારા સામે આવી છે. ઇન્ડિયા ટૂડે પાસે આ રિપોર્ટ છે.
વેક્સિન લગાવ્યાં બાદ કોઇ ગંભીર બીમારી થવા કે મોતને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઇવેન્ટ ઇમ્યૂનાઇઝેશન કહે છે. AEFI માટે કેન્દ્ર સરકારે એક કમિટી ગઠિત કરી છે. આ કમીટીએ વેક્સિન લગાવ્યા બાદ થયેલ 31 મોતનું એસેસમેન્ટ કર્યું. આ એસેસમેન્ટમાં સામે આવ્યું કે, એક વૃદ્ધ જેની ઉંમર 68 વર્ષની હતી. તેમનું મોત વેક્સિન લીધા બાદ એનાફિલેક્સીસના કારણે થયું. આ એક પ્રકારનું એલર્જિક રિએકશન હોય છે. આ વૃ્દ્ધએ 8 માર્ચે 2021એ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો અને થોડા દિવસ બાદ જ તેમનું મૃત્યુ થઇ ગયું.
AEFI કમેટીના ચેરમેન ડો એન કે, અરોડાએ મોતની પુષ્ટી કરી છે. સરકારી પેનલનો રિપોર્ટ કહે છે કે, વેક્સિનના અત્યાર સુધી જે પણ રિએકશન સામે આવી રહ્યાં છે. તેની શક્ચતા પહેલાથી જ હતી. ત્રણ અન્ય મોત માટે પણ વેક્સિનને જવાબદાર માનવામાં આવે છે. જો કે હજું તેની પુષ્ટી થવાની બાકી છે. રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિક પુરાવાના આધારે આ મોત માટે વેક્સિને જવાબદાર ગણાવમાં આવે છે. એકસ્પર્ટના મત મુજબ આ રિએકશન એલર્જી સંબંધિત અથવા અનાફિલેક્સિસ જેવું હોઇ શકે છે.
રિપોર્ટ મુજબ Anaphylaxisના બે કેસ સામે આવ્યાં હતા. જેને 16 અને 19 જાન્યુઆરી રસી આપવામાં આવી હતી. બંને યંગ હતા. તેમાં એકની ઉંમર 22 વર્ષની હતી તો બીજાની 21 વર્ષની હતી. આ બંનેને અલગ અલગ વેક્સિન આપવામાં આવી હતી. આ બંનેમાં એકને કોવિશીલ્ડ અને બીજાને કોવેક્સિન આપવામાં આવી હતી. જો કે આ બંને દર્દી હોસ્પિટલમાં દાખલ થયા બાદ સાજા થઇ ગયા હતા.
આ મુદ્દે ડોક્ટર અરોડાએ કહ્યું કે, હજારોમાંથી એકાદ આવા એલર્જીના કેસ સામે આવતા હોય છે. તેમણે કહ્યું કે, વેક્સિન લીધા બાદ જો Anaphylaxisના લક્ષણો દેખાય તો તરત જ તેનો ઇલાજ કરાવવો જોઇએ. 30 હજારથી 5 હજાર લોકોમાં એકને આ Anaphylaxis અથવા ગંભીર બીમારના લક્ષણો દેખાય છે.