યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઇને રોમાનિયાથી રવાના થઇ એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઇટ
યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઇ આવવા રવાના થઇ ગઇ છે.
![યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઇને રોમાનિયાથી રવાના થઇ એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઇટ First flight to Mumbai with Indians from Ukraine takes off from Romania યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઇને રોમાનિયાથી રવાના થઇ એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઇટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/264f60c49154b181b73caba5bf8be6d0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઇ આવવા રવાના થઇ ગઇ છે.
આ ફ્લાઈટ શનિવારે સવારે જ મુંબઈથી બુકારેસ્ટ શહેર પહોંચી હતી. આમાં 470 વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. આ ફ્લાઈટ રાત્રે 9 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. બીજી એક ફ્લાઇટ દિલ્હીથી હંગેરી માટે રવાના થઇ ચૂકી છે.
The first flight to Mumbai with 219 Indians evacuated from Ukraine has taken off from Romania, says EAM Dr S Jaishankar
— ANI (@ANI) February 26, 2022
We are making progress. Our teams are working on the ground round the clock. I'm personally monitoring, he adds. pic.twitter.com/0OM21NDlah
ભારત સરકારના નિયમો અનુસાર એરપોર્ટ પર તમામ મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવશે. કોરોનાની રસીના સર્ટિફિકેટની પણ ચકાસણી કરાશે. જેણે રસી નહી લીધી હોય તેવા મુસાફરોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરી મારફતે વતન પરત લાવવામાં આવી રહ્યા છે.
રોમાનિયાના બુકારેસ્ટથી ભારતીય મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઈટ મુંબઈ જવા રવાના થઈ છે. આ ફ્લાઈટ રાત્રે 9 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચી શકે છે. રોમાનિયાના બુકારેસ્ટથી એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટે દિલ્હી આવવા ઉડાણ ભરી છે.છે.
Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ
ભાવનગરથી સિંહ અમદાવાદ પંથક પહોંચી ગયો, ગુંદાળામાં એક વ્યક્તિ પર કરી દીધો હુમલો
Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)