(Source: ECI/ABP News/ABP Majha)
Video : 'યુક્રેનમાં ટેક્સી ડ્રાઇવર ગુજરાતી યુવક સહિત ગર્ભવતીને અધવચ્ચે છોડીને જતો રહ્યો, ગર્ભવતી મહિલાને પેઇન ચાલું થઈ ગયું છે'
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામના યુવાન પ્રતિક પટેલનો વિડીયો વાયરલ થયો છે. આ પ્રતિક પટેલ હાલ યુક્રેનમાં ફસાયેલ છે અને તેના દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
ખેડાઃ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામના યુવાન પ્રતિક પટેલનો વિડીયો વાયરલ થયો છે. આ પ્રતિક પટેલ હાલ યુક્રેનમાં ફસાયેલ છે અને તેના દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ફસાયેલા લોકો દ્વારા ટેક્સી કરવામાં આવી હતી તે ટેક્સી ચાલક બોર્ડરથી ૩૦ કિલોમીટર દૂર આ તમામ લોકોને મુકીને ચાલ્યો ગયો. યુવાન કહી રહ્યો છે કે તે લોકો 30 કિલોમીટર ચાલ્યા છે તેમની સાથે એક ગર્ભવતી મહિલા પણ છે. ફક્ત અડધા કલાકમાં છ કિલોમીટર ચાલીને બોર્ડર પહોંચવું પડશે જો નહીં પહોંચે તો બોર્ડર ક્લોઝ થઇ જશે. હેલ્પલાઇન નંબર બંધ છે, ૨૦,૦૦૦થી વધુ ભારતીયો ફસાયેલા છે તેવી આપવિતિ યુવાન જણાવી રહ્યો છે. આ યુવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે સતત બીજા દિવસે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્ધારા છોડવામાં આવેલી 160થી વધુ મિસાઇલથી યુક્રેનની રાજધાની કીવ હચમચી ગઇ છે. લોકો જીવ બચાવવા માટે સબ-વે સ્ટેશનો અને બંકરોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કીવની પાસે પહોંચી ગયા છે. કીવ બહાર રશિયન સૈનિકો અને યુક્રેનના સૈનિકો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી જેમાં રશિયાના 60 સૈનિકો માર્યાનો યુક્રેને દાવો કર્યો હતો.
કિવ સહિત યુક્રેનના અનેક શહેરોમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાર્કિવમાં ઘણી ઇમારતો નાશ પામી હતી. મેરુપોલ શહેરમાં લશ્કરી થાણાની આસપાસ ઘણી ઇમારતો તબાહ થઇ ગઇ છે અને રસ્તાઓ તૂટી ગયા હતા. ઓડેસા શહેરના ઓઇલ સ્ટેશનો પણ આગમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. શહેરોમાં ખાણી-પીણીથી લઈને રોજીંદી જરૂરી ચીજવસ્તુઓની અછત છે.બીજી તરફ રશિયા અને યુક્રેન સરકારોએ વાતચીતના સંકેત આપ્યા હતા. રશિયાના વિદેશમંત્રીએ કહ્યું હતું કે જો યુક્રેન શસ્ત્રો છોડી દે તો તેઓ વાતચીત માટે તૈયાર છે. બીજી તરફ યુક્રેને વિશ્વના દેશોને રાજધાનીની રક્ષા કરવા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો હતો.
યુક્રેન અને રશિયા વાતચીત માટેના સમય અને સ્થળ પર આગામી સમયમાં ચર્ચા કરાશે. યુક્રેનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર કર્યું કે આક્રમણ શરૂ થયા બાદ વાટાઘાટો માટેના સમય અને સ્થળ પર આગામી કલાકોમાં પરામર્શ કરશે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના પ્રવક્તા Sergii Nykyforov સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આક્રમણ શરૂ થયા બાદ કૂટનીતિ માટે આશાની પ્રથમ ઝલક રજૂ કરાઇ છે.રશિયાએ કહ્યું કે યુક્રેનને મળવા માટે બેલારૂસની રાજધાનીમાં મળવાની ઓફર રજૂ કરાઇ હતી પરંતુ યુક્રેને એ તટસ્થ દેશમાં વાતચીત માટેની વાત કરી હતી.