Operation Sindhu: ઈરાનમાં ભારતનું 'ઓપરેશન સિંધુ', 110 વિદ્યાર્થીઓને લઇને દિલ્હી પહોંચી ફ્લાઇટ
Operation Sindhu: ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને એક ખાસ વિમાન ગુરુવારે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું છે

Operation Sindhu: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને એક ખાસ વિમાન ગુરુવારે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું છે. આ વિદ્યાર્થીઓને પહેલા ઈરાનથી આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને ભારત લાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓમાં 90 જમ્મુ અને કાશ્મીરના છે, જે મુખ્યત્વે મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા.
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
— ANI (@ANI) June 19, 2025
Ghazal, a student evacuated from Iran, says, "We are all very happy that we returned home and the Indian Embassy evacuated us properly. We are very thankful to them... The situation in Urmia,… pic.twitter.com/vGA8txEWa2
વિદ્યાર્થીઓના પરિવારો એરપોર્ટ પર તેમના બાળકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રાજસ્થાનના કોટાથી આવેલા એક પિતાએ કહ્યું હતું કે, "મારો પુત્ર ઈરાનમાં MBBS કરી રહ્યો હતો. તે હવે ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલા ખાસ વિમાન દ્વારા પરત ફરી રહ્યો છે. હું ભારતીય દૂતાવાસનો આભાર માનું છું."
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
— ANI (@ANI) June 19, 2025
Mariam Roz, a student evacuated from Iran, says, "The Indian Embassy had already prepared everything for us. We did not face any issues. We are travelling for three days, so we are tired... The… pic.twitter.com/EIi6z7Kgsi
યુદ્ધ ક્ષેત્રમાંથી આવેલા વિદ્યાર્થીએ શું કહ્યું?
દિલ્હીમાં લેન્ડ થયા પછી વિદ્યાર્થી અમાન અઝહરે ANI ને કહ્યું હતું કે, "હું ખૂબ ખુશ છું. મારા પરિવારને મળ્યા પછી મને કેવું લાગે છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. ઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યાંના લોકો પણ આપણા જેવા જ છે, નાના બાળકો છે જે મુશ્કેલીમાં છે. યુદ્ધ કોઈ માટે સારું નથી. તે માનવતાનો નાશ કરે છે."
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
— ANI (@ANI) June 19, 2025
Yasir Gaffar, an Indian evacuated from Iran, says, "We saw the missiles passing by and the loud sounds at night... I am happy to reach India... I haven't given up on my dreams... When the… pic.twitter.com/ZesJhRHBYq
પરિવારોએ ભારત સરકારના આ ઝડપી પગલાની હૃદયપૂર્વક પ્રશંસા કરી પરંતુ તે જ સમયે તે વિદ્યાર્થીઓ માટે ચિંતા વ્યક્ત કરી જે હજુ પણ ઈરાનના યુદ્ધ ક્ષેત્રમાં ખાસ કરીને તેહરાનમાં ફસાયેલા છે.
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
— ANI (@ANI) June 19, 2025
Yasir Gaffar, an Indian evacuated from Iran, says, "We saw the missiles passing by and the loud sounds at night... I am happy to reach India... I haven't given up on my dreams... When the… pic.twitter.com/ZesJhRHBYq
ભારતીય દૂતાવાસે નાગરિકોને સલાહ આપી
15 જૂનના રોજ ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જાહેર કરીને ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને બિનજરૂરી હિલચાલ ટાળવા અને સત્તાવાર ચેનલો સાથે સંપર્કમાં રહેવા અપીલ કરી હતી.
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
— ANI (@ANI) June 19, 2025
A student evacuated from Iran, says, "I am a final year MBBS student at Urmia University... We saw drones and missiles. We were scared... We are happy to return to India and are very thankful to… pic.twitter.com/Fuahu2XdG0
ભારતની અપીલનો જવાબ આપતા ઈરાને તેના જમીન માર્ગો દ્વારા સુરક્ષિત સ્થળાંતરની ખાતરી આપી છે, કારણ કે ઈરાની હવાઈ ક્ષેત્ર હજુ પણ બંધ છે. વિદ્યાર્થીઓને અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશો દ્વારા ત્યાંથી જવાની સલાહ આપવામાં આવી છે.
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
— ANI (@ANI) June 19, 2025
A student evacuated from Iran, says, "I am happy that I am back to our country. We didn't see any such thing in Urmia, but in other places across Iran, the situation was bad... The Government of… pic.twitter.com/LiaDELFoeK
ઈરાનમાં રહે છે 4000 ભારતીય નાગરિકો
હાલમાં ઈરાનમાં 4000થી વધુ ભારતીય નાગરિકો છે, જેમાંથી લગભગ અડધા વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર ત્યાં ફસાયેલા અન્ય નાગરિકોના સુરક્ષિત પરત ફરવા માટે ઈરાની અધિકારીઓ સાથે કામ કરી રહી છે.