શોધખોળ કરો
Advertisement
284 વર્ષ બાદ રોકવામાં આવશે જગન્નાથ રથયાત્રા, જાણો વર્ષ 1733-1735માં કેમ અટકાવામાં આવી હતી યાત્રા
આ વખતે રથયાત્રાની શરૂઆત 23 જૂનના રોજ થવાની હતી પરંતુ કોર્ટના આદેશ બાદ આયોજન નહીં થઈ શકે.
નવી દિલ્હીઃ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રા અને તેની સાથે જોડાયેલ ગતિવિધિઓ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. રથયાત્રા 23 જૂનના રોજ નીકળવાની તી અને 10થી 12 લાખ લોકો તેમાં હાજર રહેવાની ધારણા હતી. આ કાર્યક્રણ અંદાજે 10 દિવસ સુધીચાલે છે. કોર્ટે કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય માટે આ આદેશ જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જો અમે રથયાત્રા માટે મંજૂરી નહીં આપીએ તો ભગવાન જગન્નાથ અમને તેના માટે માફ કરી દેશે.’ કોર્ટે એ પણ કહ્યું કે, “ભગવાન જગન્નાથનું કામ ક્યારે અટકતું નથી.”
ઓડિશા વિકાસ પરિષ નામના સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે રાજ્યમાં 30 જૂન સુધી ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ પ્રશાસન તરફથી રથયાત્રાને મંજૂરી આપવાના સંકેત મળી રહ્યા છે. લાખો લોક ભેગા થવાના હોવાથી કોરોના વિસ્ફોટક રીતે ફેલાવવાની શક્યતા છે. માટે કોર્ટ રથયાત્રા પર પ્રતિબંધ લગાવે. રાજ્ય સરકારને કહે કે તે આ વર્ષે રથયાત્રાની મંજૂરી ન આપે.
આ રીતે થાય છે રથયાત્રા
પુરીમાં નવ દિવસ સુધી ચાલનારી રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના લાકડાથી બનેલ ભારે ભરખમ રથોને પરંપરાગત રીતે બે વખત ત્રણ કિલોમીટર સુધી હાથથી ખેંચવામાં આવે છે.
284 વર્ષ બાદ નહીં થાય રથયાત્રા
આ વખતે રથયાત્રાની શરૂઆત 23 જૂનના રોજ થવાની હતી પરંતુ કોર્ટના આદેશ બાદ આયોજન નહીં થઈ શકે. અંદાજે 3 સદીમાં પ્રથમ હશે જ્યારે આ વાર્ષિક રથયાત્રાનું આયોજન નહીં થાય. રિપોર્ટ્સ અનુસાર અંતિમ વખત 284 વર્ષ પહેલા 1733થી 1735ની વચ્ચે રથયાત્રા થઈ શકી ન હતી, કારણ કે તે સમયે તકી ખાને પવિત્ર મંદિર પર હુમલો કર્યો હતો અને મૂર્તિઓને કોઈ અન્ય સ્થાન પર ખસેડવી પડી હતી.
કોરોનાને કારણે પહેલા જ ઇસ્ટ અને ઈદ જેવા તહેવાની ચકમ આ વર્ષે ફીકી પડી ગઈ. જ્યારે આ આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર સહિત દેશભરમાં 9 દિવસ ગણેશોત્સવનું આયોજન પણ નહીં થાય, પરંતુ દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતા આ તહેવાર પર પણ અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દેશમાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર સૌથી પ્રભાવિત રાજ્ય છે, જ્યાં સંક્રમિતની સંખ્યા 1 લાખતી વધારે પહોંચી ગઈ છે જ્યારે 5 હજારથી વધારે લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement