શોધખોળ કરો
Advertisement
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદીએ દુખ વ્યક્ત કર્યું
આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. પ્રણવ મુખર્જીના દિકરા અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
નવી દિલ્હી: આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. પ્રણવ મુખર્જીના દિકરા અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુખ વ્યક્ત કર્યું છે.
ખૂબ લાંબા સમથી તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ દિલ્હીની આર્મી હોસ્પિટલમા દાખલ હતા. પૂર્વ રાષ્ટ્રપતિ કોરોના સંક્રમિત પણ હતા. તેમના નિધન બાદ દેશમાં શોકની લહેર છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી પ્રણબ મુખર્જીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું પૂર્વ રાષ્ટ્રપતિના યોગદાનને દેશ યાદ રાખશે. તેમનું સન્માન દરેક વર્ગમાં હતુ.
પીએમ નરેંદ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું ભારત રત્ન શ્રી પ્રણબ મુખર્જીના નિધન પર ભારત શોક વ્યક્ત કરે છે. તેમણે આપણા રાષ્ટ્રના વિકાસ પથ પર એક અમિટ છાપ છોડી છે. એક વિદ્વાન, એક રાજનીતિજ્ઞ, તેમને સમાજના દરેક વર્ગો તરફથી સન્માન હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી પ્રણબ મુખર્જીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના સ્વર્ગવાસનું સાંભળી હદયને આઘાત પહોંચ્યો. તેમનું અવસાન એક યુગની સમાપ્તિ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement