RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
કેબિનેટ નિમણૂક સમિતિનો નિર્ણય, આગામી આદેશ સુધી પદ પર રહેશે; અર્થતંત્ર અને નાણાકીય નીતિઓ વધુ મજબૂત બનશે

Shaktikanta Das new appointment: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી-૨ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે અને તેઓ આગામી આદેશો સુધી આ પદ પર કાર્યરત રહેશે. શક્તિકાંત દાસ ડિસેમ્બર ૨૦૨૪માં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે છ વર્ષની સફળ સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, પી.કે. મિશ્રા ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે.
આ નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત સરકાર પોતાની આર્થિક નીતિઓ અને નાણાકીય વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આરબીઆઈ ગવર્નર તરીકેના કાર્યકાળ ઉપરાંત, શક્તિકાંત દાસે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં નાણાં, કરવેરા, ઉદ્યોગ, માળખાકીય સુવિધાઓ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દાઓ પર સેવાઓ આપી છે. પ્રિન્સિપલ સેક્રેટરી-૨ તરીકે, શક્તિકાંત દાસ મુખ્ય આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર સરકારને વ્યૂહાત્મક સલાહ આપવાની મહત્વની ભૂમિકા ભજવશે, જેનાથી સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયા વધુ મજબૂત બનશે.
શક્તિકાંત દાસે ૨૦૧૮ થી ૨૦૨૩ સુધી આરબીઆઈના ગવર્નર તરીકે સેવા આપી હતી. તેમણે કોવિડ-૧૯ રોગચાળા અને દેશના ત્યારબાદના આર્થિક પુનરુત્થાન સહિત અનેક પડકારજનક નાણાકીય સંજોગોમાં ભારતનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. તેમની કાર્યક્ષમતા અને અનુભવને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૧માં કેન્દ્ર સરકારે શક્તિકાંત દાસને ત્રણ વર્ષનો કાર્યકાળ વધારો આપ્યો હતો.
મૂળ ઓડિશાના પાટનગર ભુવનેશ્વરના વતની શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના ૧૯૮૦ બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. પોતાની લાંબી કારકિર્દી દરમિયાન, તેમણે કેન્દ્ર અને તમિલનાડુ સરકાર માટે વિવિધ ક્ષમતાઓમાં યોગદાન આપ્યું છે. કેન્દ્ર સરકારમાં, તેઓએ આર્થિક બાબતોના સચિવ, મહેસૂલ સચિવ અને ખાતર સચિવ જેવા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા. શક્તિકાંત દાસની વ્યાપક અનુભવ અને કુશળતાનો લાભ હવે વડાપ્રધાન કાર્યાલયને મળશે અને દેશની આર્થિક નીતિઓને નવી દિશા આપવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો.....
બિહારમાં ભાજ સાથે મોટો દાવ થઈ જશે! સહયોગી પક્ષે RJD સાથે જવાની ધમકી આપી
ફડણવીસ સાથે ઘમાસાણની વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી, કહ્યું - મને હલકામાં ન લેતા, સમજવાવાળા સમજી લે...
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
