શોધખોળ કરો
Advertisement
કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જયપાલ રેડ્ડીનું 77 વર્ષની વયે નિધન
રેડ્ડી ચાર વખત ધારાસભ્ય, ચાર વખત લોકસભાના સાંસદ અને બે વખત રાજ્યસભાના સાંસદ રહ્યા છે.
હૈદરાબાદઃ કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જયપાલ રેડ્ડીનું 77 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમણે હૈદરાબાદના એઆઇજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જયપાલ રેડ્ડી નિમોનિયાથી પીડિત હતા ત્યારબાદ તેમને કેટલાક દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રેડ્ડી ચાર વખત ધારાસભ્ય, ચાર વખત લોકસભાના સાંસદ અને બે વખત રાજ્યસભાના સાંસદ રહ્યા છે.
કોગ્રેસ નેતા રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપતા કોગ્રેસે લખ્યું કે, પૂર્વ કેન્દ્રિય મંત્રી જયપાલ રેડ્ડીના નિધનના સમાચાર સાંભળી દુખી છીએ. તેમણે ધારાસભ્ય, લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ તરીકે સારુ કામ કર્યું. તેમના પરિવાર અને મિત્રોને દુખના આ સમયમાં તાકાત મળશે. રેડ્ડીનો જન્મ 16 જાન્યુઆરી 1942માં થયો હતો. તે મનમોહનસિંહ સરકારમાં સાયન્સ અને ટેકનોલોજી મંત્રી હતા. રેડ્ડી વર્ષ 1998માં આઇકે ગુજરાલના કેબિનેટમાં સૂચના અને પ્રસારણ મંત્રી હતા. વર્ષ 1999માં તે 21 વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસમાં પાછા ફર્યા હતા. વર્ષ 2009માં રેડ્ડી ચેવેલ્લા ક્ષેત્રથી 15મી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તેમણે યુપીએ-2માં કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રી અને કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસમંત્રીના રૂપમાં કામ કર્યું.We are saddened to hear of the passing of former Union Minister Jaipal Reddy. A senior Congress leader, he served as an LS MP 5 times, an RS MP 2 times and as an MLA 4 times. We hope his family and friends find strength in their time of grief. pic.twitter.com/3BHVc07OYA
— Congress (@INCIndia) July 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement