![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કઇ જાતિ અને ધર્મના લોકો કરે છે વધુ આત્મહત્યા, આ આંકડા જોઇને ચોંકી જશો તમે
Malaika Arora Father Death: હાલમાં જ મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે
![કઇ જાતિ અને ધર્મના લોકો કરે છે વધુ આત્મહત્યા, આ આંકડા જોઇને ચોંકી જશો તમે General Knowledge Story on suicide based on religion and caste groups know home ministry collects data કઇ જાતિ અને ધર્મના લોકો કરે છે વધુ આત્મહત્યા, આ આંકડા જોઇને ચોંકી જશો તમે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/11/d6e95ff4e5aecdcb362ab0edd0bc78f5172606122657677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Malaika Arora Father Death: હાલમાં જ મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અનિલ અરોડાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેના આપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ બધાની વચ્ચે હવે જાણીએ ભારતમાં કયા ધર્મ અને જાતિના લોકો સૌથી વધુ આત્મહત્યા કરે છે.
ભારતમાં કઇ જાતિ અને ધર્મના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા ?
ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, હિંદુ કરતા ખ્રિસ્તી આત્મહત્યા કરવાની શક્યતા દોઢ ગણી વધારે છે. જ્યારે દેશની વિવિધ જાતિઓમાં આદિવાસીઓ અને દલિતો સૌથી વધુ આત્મહત્યા કરે છે.
એક આરટીઆઈના જવાબમાં એવું બહાર આવ્યું છે કે ગૃહ મંત્રાલયે જાતિ અને ધર્મના આધારે આત્મહત્યાઓને અલગથી ગણાવી હતી. વર્ષ 2014માં પ્રથમ વખત નેશનલ ક્રાઈમ બ્યૂરો (NCRB)એ ધર્મ અને જાતિના આધારે આત્મહત્યાનો ડેટા તૈયાર કર્યો હતો. તે 2015માં સાર્વજનિક થવાનું હતું. તે 2015માં સાર્વજનિક થવાનું હતું પરંતુ ગૃહ મંત્રાલયે ક્યારેય ડેટા જાહેર કર્યો ન હતો.
ઇસાઇઓમાં સૌથી વધુ છે આત્મહત્યાનો દર
ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આરટીઆઈ પર જાહેર કરાયેલા ડેટા અનુસાર, ખ્રિસ્તીઓમાં આત્મહત્યાનો દર 17.4 ટકા છે. જ્યારે હિંદુઓમાં આ જ દર 11.3 ટકા છે, મુસ્લિમોમાં આત્મહત્યાનો દર 7 ટકા છે અને શીખોમાં તે 4.1 ટકા છે. આત્મહત્યાનો રાષ્ટ્રીય દર 10.6 ટકા છે. આત્મહત્યાનો દર એક લાખ વસ્તી દીઠ આત્મહત્યા પર આધારિત છે.
કયા આધાર પર આપવામાં આવ્યો આત્મહત્યાનો દર ?
ખ્રિસ્તીઓમાં આત્મહત્યાનો દર તેમની વસ્તીના પ્રમાણમાં નથી. 2011ની વસ્તી ગણતરી મુજબ, દેશની 2.3 ટકા વસ્તી ખ્રિસ્તી ધર્મમાં માને છે, પરંતુ આત્મહત્યામાં તેમની ટકાવારી 3.7 છે.
શું હોઇ શકે છે આત્મહત્યાનું કારણ ?
જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં સમસ્યાઓનો સામનો કરી શકતો નથી ત્યારે તે આત્મહત્યા જેવું ઘાતક પગલું ભરે છે. આ સમસ્યાઓ નાણાકીય મુશ્કેલીઓ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, સામાજિક અને પારિવારિક દબાણ, શિક્ષણ અને કારકિર્દી સમસ્યાઓ અથવા આરોગ્ય સમસ્યાઓ હોઈ શકે છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)