Malaika Arora Father Death: મલાઇકા અરોડાના પિતાએ અગાસી પરથી કૂદીને કરી આત્મહત્યા, એક્ટ્રેસ મુંબઇ રવાના
Malaika Arora Father Death: મલાઈકા અરોડાને લઈને દુઃખદ સમાચાર આવી રહ્યાં છે. ખરેખર, અભિનેત્રીના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે
Malaika Arora Father Death: મલાઈકા અરોડાને લઈને દુખદ સમાચાર આવી રહ્યાં છે. ખરેખર અભિનેત્રીના પિતાનું અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોડાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર પછી મલાઈકા અરોરાનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે. પિતાના નિધનના સમાચાર મળતા જ અભિનેત્રી પુણેથી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.
હાલ મલાઈકાના પિતાના મૃતદેહને બાબા હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અનિલ અરોડાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.
Maharashtra | Father of actress-model Malaika Arora died by suicide by jumping off a terrace. Police team is present at the spot: Mumbai Police
— ANI (@ANI) September 11, 2024
મલાઇકાના ઘરે પહોંચ્યો એક્સ હસબન્ડ અરબાઝ ખાન
આ સમાચાર આવતા જ મલાઈકા અરોડાનો પૂર્વ પતિ અરબાઝ ખાન અભિનેત્રીના ઘરે પહોંચી ગયો છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોડાના પિતાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા કેટલાક દિવસોથી બીમાર હતા.
View this post on Instagram
ઘરે ન હતી મલાઇકા અરોડા
અનિલ અરોડાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોડા ઘરે ન હતી. આજે સવારે તે પુણેમાં હતી. મલાઈકાને આ ઘટનાની જાણકારી મળતા જ તે તરત જ મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ હતી. આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો
Ganesh Utsav: શિલ્પાથી લઇને માધુરી સુધી સેલેબ્સે બાપ્પાનું આસ્થાભેર કરી આગતા સ્વાગતા, જુઓ તસવીરો