શોધખોળ કરો
Advertisement
ચીન સાથેના ઘર્ષણ મુદ્દે આર્મી ચીફને કાઢી મૂકવા મોદીને જનરલ રાવતે લખ્યો પત્ર ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા ?
સેના પ્રમુખ જનરલ મનોજ નરવણે અને લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ, ભારત-ચીન સરહદ વિવાદમાં બેદરકારી રાખવા બદલ દોષી જણાયા છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આ પત્ર મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીને લખ્યો છે.
પત્રના આધારે કેટલાક યૂઝર સશિયલ મીડિયા પર એવો દાવો કરી રહ્યા છે કે, સેના પ્રમુખ જનરલ મનોજ નરવણે અને લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ, ભારત-ચીન સરહદ વિવાદમાં બેદરકારી રાખવા બદલ દોષી જણાયા છે. માટે CDS જનરલ બિપિન રાવતના મતે આ બન્ને અધિકારીઓને બરખાસ્ત કરવા જોઈએ.
જોકે દાવા સાથે જોડાયેલ એક પણ અહેવાલ ગૂગલ સર્ચ કરવા પર ક્યાંય જોવા મળ્યો નથી. આ મામલે હવે ખુદ ભારત સરકારે જ સ્પષ્ટતા કરી છે.
ભારત સરકારના સ્તતાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ કેચે ટ્વીટ કરીને આ પત્રને ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું કે, આવો કોઈ પત્ર લખવામાં આવ્યો નથી. આવી અફવાઓથી સાવધાન રહેવું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement