શોધખોળ કરો
Advertisement
ભારત પ્રવાસ પર આવેલા એંજેલા મર્કેલે કહ્યું- કાશ્મીરમાં હાલની સ્થિતિ 'સ્થિર નથી', તેને બદલવાની જરૂર
ભારતના બે દિવસના પ્રવાસ પર આવેલા જર્મન ચાન્સેલર એંજેલા મર્કલે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
નવી દિલ્હી: ભારતના બે દિવસના પ્રવાસ પર આવેલા જર્મન ચાન્સેલર એંજેલા મર્કલે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કાશ્મીરમાં હાલની સ્થિતિ સ્થિર નથી અને તેને બદલવાની જરૂર છે. મર્કલે કહ્યું કાશ્મીરની સ્થિતિ જલ્દી થાળે પડે તે જરૂરી છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદી અને મર્કેલે શુક્રવારે પાંચમાં ભારત-જર્મની અંતર સરકારી વિમર્શની સહ-અધ્યક્ષતા કરી હતી.
મર્કલે કહ્યું કે તે કાશ્મીરમાં શાંતિ પુન સ્થાપન માટેની યોજના પ્રધાનમંત્રી મોદી પાસેથી શાંતીની સ્થિતી સાંભળવા માંગે છે. તેમણે કહ્યું કે હાલમાં કાશ્મીરની સ્થિતિ સ્થિર નથી. ત્યાં લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે અને તેમાં સુધારો કરવો જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલ બે દિવસીય ભારત પ્રવાસ પર છે. શુક્રવારે પ્રધાનમંત્રી મોદીને મળતા પહેલા એન્જેલા મર્કેલ રાજઘાટ ગયા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શુક્રવારે પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર મર્કેલની હાજરીમાં ભારત અને જર્મનીએ પણ અવકાશ સુરક્ષા, નાગરિક ઉડ્ડયન, દવા અને શિક્ષણ ક્ષેત્રે કુલ 20 કરાર કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion