શોધખોળ કરો
નોકરિયાત વર્ગને મળી શકે છે ખુશ ખબર, ટેક હોમ સેલરીમાં થઈ શકે વધારો, જાણો વિગતે
કેન્દ્ર સરકારની યોજના સફળ થશે તો કરોડો લોકોના દર મહિને હાથમાં આવતી એટલે કે ટેક હોમ સેલરી વધી જશે. સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને પ્રોવિડન્ટ ફન્ડમાં યોગદાન ઘટાડીને વેતન વધારવાનો વિકલ્પ મળી શકે છે.

નવી દિલ્હીઃ નોકરિયાત વર્ગને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. જો કેન્દ્ર સરકારની યોજના સફળ થશે તો કરોડો લોકોના દર મહિને હાથમાં આવતી એટલે કે ટેક હોમ સેલરી વધી જશે. સંગઠિત(ઓર્ગેનાઈઝડ) ક્ષેત્રના કર્મચારીઓને પ્રોવિડન્ટ ફન્ડ(PF)માં યોગદાન ઘટાડીને વેતન વધારવાનો વિકલ્પ મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ સોશિયલ સિક્યોરિટી કોડ બિલ, 2019માં આ પ્રાવધાનને જોડવામાં આવ્યો છે. બિલને કેબિનેટમાંથી મંજૂરી મળી ચૂકી છે, આ સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શકયતા છે. બેસિક સેલેરી પર હાલ 12 ટકા પીએફ કપાય છે. પરંતુ આ રકમની 8.33 ટકા ઈપીએસ એટલે કે કર્મચારી પેન્શન યોજનામાં જતી રહે છે. કર્મચારીઓને એ વિકલ્પ મળશે કે તેઓ પીએફમાં ઓછું યોગદાન આપે તો તેમની ટેકહોમ સેલેરી વધી જશે. જોકે, હજુ એ વાત સ્પષ્ટ થઈ નથી કે પીએફનું યોગદાન કેટલું ઘટાડવાનો વિકલ્પ મળશે. પીએફ ઓછું કપાશે તો રિટાયરમેન્ટ બાદ મળનાર રકમ પણ ઘટી જશે. પીએફ ઘટાડવા પાછળનો એક તર્ક એવો પણ છે કે વધારે ટેક હોમ સેલરી આપવાથી લોકો પાસે વધારે રૂપિયા આવશે અને તેઓ ખર્ચ પણ વધારે કરશે. જોકે બિલ પ્રમાણે નોકરીદાતા તરફથી પીએફ હિસ્સામાં કોઇ બદલાવ નહીં કરવામાં આવે. TV શોમાં નજરે પડશે ધોની, આર્મી ઓફિસરોની સંભળાવશે કહાની ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ, બે વર્ષમાં પકડાયો 252 કરોડનો દારૂ, જાણો વિગતે કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો કબજો, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ
વધુ વાંચો





















