શોધખોળ કરો

કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો વિજય, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ

પેટાચૂંટણીના પરિણામ આવવાની સાથે જ સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપને 224 સભ્યોવાળી વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે.

બેંગલુરુઃ કર્ણાટકની 15 સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે. ભાજપનો 12 સીટ પર વિજય થયો છે. પેટા ચૂંટણીના પરિણામ આવવાની સાથે જ સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપને 224 સભ્યોવાળી વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે. યેદિયુરપ્પાએ પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, હવે કોઈ પણ જાતની સમસ્યા વગર તેઓ સ્થાયી સરકાર ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીમાં યેદિયુરપ્પાએ સત્તામાં બની રહેવા માટે કોઈ પણ હાલતમાં 6 સીટ જીતવી જરૂરી હતી. શું કહ્યું મોદીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદીએ કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, બીજેપીને રોકવા માટે તેમણે જે સીએમ બનાવ્યા હતા તેમને પણ રોજ બંદૂક બતાવવામાં આવતી હતી. તે સીએમ જનતા વચ્ચે રડતા, કરગરતા હતા. કર્ણાટકના લોકોએ કોંગ્રેસને પાઠ ભણાવ્યો છે. કર્ણાટકના પરિણામો તમામ રાજ્યો માટે સંદેશ છે કે જે કોઈ જનાદેશની વિરુદ્ધમાં જશે, જનતાને દગો આપશે તો મોકો મળતા જ જનતા તેને સજા આપશે. આ 12 સીટો પર ભાજપની થઈ જીત શિવરામ હેબ્બાર (યેલ્લાપુર), આનંદ સિંહ (વિજયનગર), રમેશ જારકીહોલી (ગોકાક), બી સી પાટિલ (હીરેકેરુર), શ્રીમંત પાટિલ (કાગવાડ), કે સુધાકર (ચિક્કાબલ્લાપુર), મહેશ કુમાતલ્લી (અથાની), અરૂણ કુમાર ગુટ્ટૂર (રાનીબેન્નૂર), એસટી સોમશેખર (યશવંતપુર), કે ગોપાલૈયા (મહાલક્ષ્મી લેઆઉટ), નારાયણ ગૌડા (કૃષ્ણારાજપેટ), બીએ બાસવરાજ (કેઆર પુરા) 2 પર કોંગ્રેસનો વિજય, 1 અપક્ષને મળી આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારોએ બે સીટ પર જીત હાંસલ કરી છે. પાર્ટીના રિઝવાન અરશદે શિવાજીનગર અને એચપી મંજૂનાથે હુનસિર સીટ પરથી બીજેપીના ઉમેદવારને હાર આપી છે. જ્યારે હોસાકોટે સીટ પર ભાજપથી બળવો કરીને અપક્ષ તરીકે લડેલા શરદ કુમાર બાચેગૌડાનો વિજય થયો છે.

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

વિડિઓઝ

Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget