બહરાઈચમાં આસારામના આશ્રમમાંથી છોકરીની લાશ મળી આવતા ખળભળાટ
સગીરા સાથે રેપના આરોપમાં જેલમાં બંધ આસારામમી મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઉત્તર પ્રદેશના બહરાઈચ રોડ સ્થિત આસારામ બાપૂના આશ્રમમાં એક અલ્ટો કારમાં ગુરુવારે મોડી રાત્રે એક છોકરીની લાશ મળી આવતા હડકંપ મચી ગયો હતો.
સગીરા સાથે રેપના આરોપમાં જેલમાં બંધ આસારામમી મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઉત્તર પ્રદેશના બહરાઈચ રોડ સ્થિત આસારામ બાપૂના આશ્રમમાં એક અલ્ટો કારમાં ગુરુવારે મોડી રાત્રે એક છોકરીની લાશ મળી આવતા હડકંપ મચી ગયો હતો. આ છોકરી 3-4 દિવસ પહેલા ગુમ થઈ હતી. લાશ મળ્યા બાદ પોલીસે આશ્રમને સીલ કરી દીધો છે. પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
4 દિવસથી ગાયબ હતી યુવતી
જણાવવામાં આવી રહ્યું છે કે, આ છોકરી તેના ઘરેથી 4 દિવસથી ગાયબ હતી. જેની લાશ આસારામ બાપૂના આશ્રમમાં ઘણા દિવસથી ઉભેલી કારમાંથી મળી આવી. કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના કર્મચારીએ ગાડી ખોલીને જોયું તો તેની અંદર મૃતદેહ હતો, ત્યાર બાદ તેની જાણ પોલીસને કરવામાં આવી હતી.111
પોલીસ કાર અને આશ્રમને કર્યો સીલ
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કાર અને સમગ્ર આશ્રમને સીલ કરી દીધો છે અને તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, શરૂઆતની તપાસમાં આ ઘટના હત્યા કરીને લાશને છૂપાવી દીધી હોવાની જણાઈ રહી છે. આ ઘટના નગર કોટવાલી વિસ્તારના બિમોર ગામમાં સ્થિત આસારામ બાપૂના આશ્રમની છે. જ્યાં એક કાર ઘણા દિવસોથી ઉભી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો
પોલીસે જણાવ્યું કે કારમાં દૂર્ગંધ આવતા જ્યારે આશ્રમના ચોકીદારે કારને ખોલીને જોયું તો તેની અંદર લાશ પડી હતી. ત્યાર બાદ તેમણે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આશ્રમને સીલ કરીને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ આશ્રમ અને ગાડીની તપાસ કરી રહી છે. જો કે આસારામ બાપૂ સાથે અનેક વિવાદો જોડાયેલા છે. તેમના આશ્રમોને લઈને પણ ઘણી વખત સવાલો સામે આવી ચૂક્યા છે.