શોધખોળ કરો
Advertisement
ગોવાઃ કોગ્રેસના તમામ ધારાસભ્યોએ રાજ્યપાલની કરી મુલાકાત, સરકાર બનાવવાનો કર્યો દાવો
પણજીઃ ગોવામાં મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના નિધનના એક દિવસ બાદ કોગ્રેસના ધારાસભ્યોએ સોમવારે રાજ્યપાલ મૃદુલા સિન્હા સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. વિપક્ષના નેતા ચંદ્રકાંત કાલવેકરના નેતૃત્વમાં તમામ 14 કોગ્રેસ ધારાસભ્યો રાજભવન આવ્યા હતા. ચંદ્રકાંતે પત્ર લખી દાવો કર્યો હતો કે વિધાનસભામાં કોગ્રેસ સૌથી મોટી પાર્ટી છે અને તેમને સરકાર બનાવવાની મંજૂરી આપવામાં આવવી જોઇએ.
કાવલેકરે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રીના નિધનથી દુખી છીએ પરંતુ તેમના અંતિમ સંસ્કાર અગાઉ નવી સરકાર બનાવવી જોઇએ. રાજ્યપાલે માન્યું હતું કે, કોગ્રેસ સૌથી મોટી પાર્ટી છે અને તેમણે કહ્યું છે કે તેઓ અમને જવાબ આપશે. આ અગાઉ વિપક્ષ પાર્ટીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરતા શુક્રવાર અને રવિવારે સિન્હાને પત્ર લખ્યો હતો. રાજભવન જતા અગાઉ કાવલેકરે કહ્યું કે, કોગ્રેસ વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી છે. તેમ છતાં મુલાકાતનો સમય લેવા અગાઉ સંઘર્ષ પડી રહ્યો છે. અમે માંગ કરી રહ્યા છીએ કે પાર્રિકરના નિધન બાદ ભાજપ સરકારમાં રહેવાની સ્થિતિમાં નથી ત્યારે સરકાર બનાવવા માટે અમને આમંત્રિત કરવામાં આવે. વિધાનસભા ભંગ કરવામાં આવશે તેવા સવાલ પર તેમણે કહ્યું કે, જ્યારે કોગ્રેસ દાવો રજૂ કરી રહી છે તો સવાલ પેદા થતો નથી. 40 સભ્યોની વિધાનસભામાં કોગ્રેસ પાસે 14 ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે 12 ધારાસભ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement