શોધખોળ કરો
ગોવામાં ‘ન્યૂડ પાર્ટી’નું આયોજન કરાયું હોવાનું પોસ્ટર વાયરલ, આ પાર્ટીમાં કઈ-કઈ વ્યવસ્થા કરાઈ છે? જાણીને ચોંકી જશો
પાર્ટીમાં 10થી 15 વિદેશી યુવતીઓ જ્યારે 10થી વધુ ભારતીય યુવતીઓ સામેલ થશે. પોલીસે કહ્યું હતું કે, અમે રાજ્યમાં કોઈ ન્યૂડ પાર્ટી થવા દઈશું નહીં.
ગોવા: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ‘ન્યૂડ પાર્ટી’ના એક પોસ્ટરે ગોવામાં હાહાકાર મચાવી દીધો છે. સોમવારે ગોવા પોલીસે આ પોસ્ટરને લઈ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એક કથિત પ્રાઈવેટ ગોવા પાર્ટીને લઈ પોતાના ગુપ્તચર નેટવર્ક પાસેથી માહિતી એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે.
અધિકારીઓએ કહ્યું હતું કે, પોસ્ટમાં નોર્થ ગોવા જિલ્લાના ત્રણ રસ્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં આ પાર્ટી યોજાવાની સંભાવના છે પરંતુ તેમાં સરનામું, તારીખ કે કોઈ બીજી માહિતી આપવામાં આવી નથી.
પોસ્ટરમાં માહિતી આપી છે કે, પાર્ટીમાં 10થી 15 વિદેશી યુવતીઓ જ્યારે 10થી વધુ ભારતીય યુવતીઓ સામેલ થશે. પોલીસે કહ્યું હતું કે, અમે રાજ્યમાં કોઈ ન્યૂડ પાર્ટી થવા દઈશું નહીં. પોલીસે પોસ્ટરને વાયરલ કરનારાઓની તપાસ શરૂ કરી દીધી છે. જેથી કરીને હકીકતમાં આવી કોઈ પાર્ટીનું પ્લાન કરવામાં આવ્યું છે તો તેના આયોજકો પર કાર્યવાહી કરી શકાય.
મીડિયા રિપોર્ટ્સના મતે વાયરલ થઈ રહેલા પોસ્ટરમાં અનલિમિટેડ સેક્સ અને દારૂની પણ ઓફર કરવામાં આવી છે. તાજેતરમાં જ ગોવા સરકારે સ્થાનિક સંસ્કૃતિની રક્ષાને ધ્યાનમાં રાખતા થોડાંક આકરા નિર્ણયો કર્યાં હતા તેમાં જાહેરમાં દારૂ પીવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement