શોધખોળ કરો

Supreme : ગોધરાના ગુનેગારોને રાહત માટે અપાઈ રાજીવ ગાંધીની દલીલ પણ ગુજરાત સરકારનો સણસણતો જવાબ

તુલસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના 2017ના નિર્ણય સામે અરજીની સુનાવણી થવાની છે, જેમાં કોર્ટે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી.

Godhara Case Accused Demands Relief : પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યામાં સંડોવાયેલા ગુનેગારોને આપવામાં આવેલી મુક્તિ સમાન ગોધરાના ગુનેગારોએ સુપ્રીમ કોર્ટમાં માફી માટે અપીલ કરી છે. નોંધનીય છે કે 2002માં ગોધરામાં ટ્રેનની બોગીમાં આગ લાગવાથી અયોધ્યાથી પરત ફરી રહેલા 59 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ગોધરાના ગુનેગારોની આ અરજી 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

ગોધરાના દોષિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ જણાવ્યું હતું કે, લગભગ તમામ દોષિતોએ 16-18 વર્ષની જેલની સજા ભોગવી છે. તેમણે દલીલ કરી હતી કે, ઘણા કેસમાં ટ્રાયલ કોર્ટની સજા પર સવાલો ઉભા થયા છે. તેમણે ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો જેમાં સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને આજીવન કેદ માટે 14 વર્ષ જેલમાં વિતાવનારાઓ માટે માફી પર વિચાર કરવા જણાવ્યું હતું.

તુલસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના 2017ના નિર્ણય સામે અરજીની સુનાવણી થવાની છે, જેમાં કોર્ટે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી અને બાકીની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. તેમણે કહ્યું હતું કે, આ ગુનેગારોને જામીન મળવા જોઈએ.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જીબી પારડીવાલાની બેન્ચે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે, શું આ દોષિતોને માફી આપી શકાય? જેનો જવાબ અપાતા મહેતાએ જણાવ્યું હતું કે, આ ગુનો જઘન્ય પ્રકારનો છે. ટ્રેન રોકવામાં આવી હતી, સાબરમતીના S-6 કોચમાં બહારથી પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી હતી. ત્યાર બાદ આ ઘટનાના કાવતરાખોરો અને તેને અંજામ આપનારા લોકોએ બોગી પર પથ્થરમારો શરૂ કર્યો. જેના કારણે આ સળગતી બોગીમાં બેઠેલા મુસાફરો ટ્રેનમાંથી બહાર નીકળી શક્યા ન હતા. આટલું જ નહીં તેઓએ ફાયર એન્જિનોને પણ ટ્રેનની નજીક પહોંચતા અટકાવ્યા. જેના કારણે બાળકો અને મહિલાઓ સહિત 59 લોકોના મોત થયા હતાં. આનાથી વધુ જઘન્ય અને દુર્લભ અપરાધ કોઈ હોઈ શકે નહીં. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે તે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની રાજ્ય હાઈકોર્ટ સામે પણ અરજી કરી છે.

મહેતાએ કહ્યું હતું કે, આ દોષિતો સામે TADA લાગુ કરવામાં આવ્યું છે અને તેઓ કોઈ રાહત મેળવવાના હકદાર નથી. ઉલ્લેખનીય છે કે, ગોધરા કેસમાં એક દોષિતને માનવતાના ધોરણે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. દોષિતની પત્ની કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે અને તેની બે નાની બાળકીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. જેના આધારે કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. જો કે, આ દોષિતની અરજી હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

મહેતાની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અરજદારના એડવોકેટ ઓન રેકોર્ડ અને રાજ્ય સરકારના વકીલ સ્વાતિ ઘિલડિયાલને ગોધરા કાંડના દોષિતો અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવા જણાવ્યું હતું. આ મામલે હવે ત્રણ સપ્તાહ બાદ કોર્ટમાં સુનાવણી થશે.

નોંધનીય છે કે 2017માં ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડના 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ ઉપરાંત 20થી વધુ દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી હતી. જ્યારે 63 આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget