શોધખોળ કરો
Advertisement
કેંદ્ર સરકારે 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના'ની કરી જાહેરાત, જાણો કેટલા કરોડ રૂપિયા ફાળવાયા ?
માછીમારોને નવી બોટ અપાશે. 55 લાખ લોકોને રોજગાર મળશે. આ સાથે ભારતની નિકાસ બમણી રૂ .1 લાખ કરોડ થશે.
નવી દિલ્હી: કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ફરી એકવાર પત્રકાર પરીષદ કરી આર્થિક રાહત પેકેજ અંગે વધુ જાણકારી આપી હતી. આજે કૃષિ અને પશુપાલન માટેના પેકેજની જાહેરાત કરી રહ્યા છે. આજના પેકેજમાં ખેડૂતો પર વધુ ભાર આપવામાં આવ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે દરિયાઇ અને અંતરિયાળ માછીમારીના વિકાસ માટે 20,000 કરોડની 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના'ની જાહેરાત કરી છે. આ યોજનાથી 55 લાખ લોકોને રોજગારી મળવાની અપેક્ષા છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી હતી.
નાણામંત્રીએ કહ્યું પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. કોરોનાના કારણે તેને તત્કાલ લાગૂ કરવામાં આવી છે. નાણાં પ્રધાને કહ્યું કે બજેટમાં જાહેર કરાયેલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના કોરોનાને કારણે તાત્કાલિક લાગુ કરવામાં આવી રહી છે. માછીમારોને નવી બોટ અપાશે. 55 લાખ લોકોને રોજગાર મળશે. આ સાથે ભારતની નિકાસ બમણી રૂ .1 લાખ કરોડ થશે. આગામી 5 વર્ષમાં 70 લાખ ટન વધુ મત્સ્ય ઉત્પાદન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement