PM Garib Kalyan Anna Yojana: PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવાઇ, આગામી વર્ષના માર્ચ સુધી મળતું રહેશે મફત રાશન
વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ ચાર મહિના સુધી લંબાવી છે. હવે આગામી માર્ચ સુધી મફત રાશન મળતું રહેશે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠક બાદ આ જાણકારી આપી હતી
Free Ration Scheme Extended: વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ ચાર મહિના સુધી લંબાવી છે. હવે આગામી માર્ચ સુધી મફત રાશન મળતું રહેશે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠક બાદ આ જાણકારી આપી હતી. ઠાકુરે કહ્યું કે આના પર કુલ 53344 કરોડ રૂપિયા ખર્ચ આવશે. આ યોજનાને લગભગ 80 કરોડ લોકોને ફાયદો મળતો રહેશે. અત્યાર સુધી 600 લાખ મીટ્રિક ટન સ્વીકૃત કરવામાં આવી ચૂક્યા છે. આના પર કુલ 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
It has been decided to extend the 'PM Garib Kalyan Anna Yojana' to provide free ration till March 2022: Union Minister Anurag Thakur on Cabinet decisions pic.twitter.com/9XO70IQXSz
— ANI (@ANI) November 24, 2021
અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાના એક બિલને મંજૂરી આપી છે. સંસદના શિયાળુ સત્રમાં આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 19 નવેમ્બરના રોજ દેશને સંબોધિત કર્યો હતો અનેમાં કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરી હતી. સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે એમએસપીને વધુ પ્રભાવશાળી બનાવવા માટે કમિટીની રચના કરવામાં આવશે.
The food grain under Phase V would entail an estimated food subsidy of Rs 53,344.52 crores: Govt of India
— ANI (@ANI) November 24, 2021
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ મહિનાના અંતમાં શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં અમે ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાના બંધારણીય પ્રક્રિયા પુરી કરી દઇશું. ઝીરો બજેટ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશની બદલતી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ક્રોપ પેટર્નને વૈજ્ઞાનિક રીતે બદલવા માટે એમએસપીને વધુ પારદર્શી અને પ્રભાવશાળી બનાવવા આવા બધા વિષયો પર ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોના પ્રતિનિધિ, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ અર્થશાસ્ત્રી હશે
Today, the Union Cabinet led by PM completed formalities to repeal the three Farm Laws. During the upcoming session of the Parliament, it will be our priority to take back these three laws: Union Minister Anurag Thakur pic.twitter.com/jNHuUrFeX8
— ANI (@ANI) November 24, 2021