શોધખોળ કરો
Advertisement
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક- 2 ભાગમાં વહેંચાયું જમ્મુ કાશ્મીર, આ વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો
અમિત શાહ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની લાંબા સમયથી માગ રહી હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે જમ્મૂ કાશ્મીર પર મોટો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખત્મ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં રજૂ કર્યો છે. ઉપરાંત રાજ્યસભામાં અમિત શાહે રાજ્ય પુનર્ગઠન બિલ રજૂ કર્યું છે. તે અંતર્ગત જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
અમિત શાહ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની લાંબા સમયથી માગ રહી હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે, જેથી ત્યાંના રહેવાસી લોકોને પોતાના લક્ષ્યો મેળવી શકે. અહેવાલ અનુસાર જમ્મુ કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મરી રાજ્યમાં વિધાનસભા હશે.
કેબિનેટના હાલના નિર્ણય બાદ જમ્મુ કાશ્મીર બે રાજ્ય જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચાઈ જશે. તેની સાથે જ ભારતમાં કુલ કેન્દ્ર શાસિત રાજ્યોની સંથ્યા હવે 7થી વધીને 9 થઈ ગઈ છે, જ્યારે પૂર્ણ રાજ્યોની સંખ્યા ઘટીને 28 રહી જશે. મોદી સરકારના આ નિર્ણયનો મતલબ એ થયો કે આર્ટિકલ 370 અંતર્ગત જમ્મુ કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા હતા તે ખત્મ થઈ જશે અને જમ્મુ કાશ્મીર પણ ભારતના અન્ય રાજ્યોની જેમ જ એક સામાન્ય રાજ્ય હશે.
આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં બંધારણના આર્ટિકલ 370ને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, તેનો પ્રસ્તાવ રજૂ થતા જ વિપક્ષના નેતાઓ હંગામો શરુ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે, રાજ્યસભામાં આ મુદ્દે ખૂબ હોબાળો ચાલી રહ્યો છે. પીડીપી સાંસદે આ જાહેરાત બાદ જ કપડા ફાડીને બેઠી ગયા અને હોબાળો કરવા લાગ્યા. એટલું જ નહીં, કોંગ્રેસ, ટીએમસી અને ડીએમકેના સાંસદ પણ સરકારની આ જેહારત બાદ ખૂહ હોબાળો કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે, ભાજપે બંધારણની હત્યા કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement