શોધખોળ કરો

સાયબર ક્રાઈમને લઈ  સરકારે 4 આંકડાનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો  

સાયબર ક્રાઈમની વધતી ઘટનાઓને રોકવા માટે સરકારે એક નવો નેશનલ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 155260 બદલીને 1930 કરી દીધો છે.

સાયબર ક્રાઈમની વધતી ઘટનાઓને રોકવા માટે સરકારે એક નવો નેશનલ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 155260 બદલીને 1930 કરી દીધો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ નવા હેલ્પલાઇન નંબર વિશેની માહિતી તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા શેર કરી છે. આ હેલ્પલાઈન નંબર ખાસ કરીને એવા લોકોને મદદ કરશે જેઓ કોઈપણ પ્રકારની નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ સિવાય તમે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર પણ આ અંગે ફરિયાદ કરી શકો છો.

ગૃહ મંત્રાલય (MHA) અને ભારતીય સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ ભારતીય નાગરિકો માટે સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો આ 4 અંકના હેલ્પલાઈન નંબર પર ગમે ત્યારે કોલ કરી શકે છે. આ હેલ્પલાઈન નંબર સંબંધિત રાજ્ય પોલીસ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે.

છેતરપિંડી કરનારાઓનું  હવે આવી બનશે 

આ નંબર પર કરવામાં આવેલી ફરિયાદ પર સાયબર ફ્રોડ સંબંધિત વિગતો લેવામાં આવશે અને ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ પર ટિકિટ આપવામાં આવશે. આ પછી, તેને સંબંધિત બેંક, વોલેટ અથવા વેપારીને મોકલવામાં આવશે જેથી છેતરપિંડીની રકમ ફ્રીજ કરી શકાય. એકવાર રકમ ફ્રીજ થઈ ગયા પછી, સાયબર ગુનેગારો આ રકમનો ઉપયોગ કરી શકશે નહીં. જો આ રકમ છેતરપિંડી કરનારની બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તો પણ જ્યાં સુધી પૈસા પાછા ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.

રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર ભારતીય રિઝર્વ બેંક (RBI), તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો અને ઓનલાઈન વોલેટના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે. હેલ્પલાઈન નંબરથી એવા લોકો પણ જે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી તેઓ સાયબર ક્રાઈમની જાણ કરી શકશે. તેમજ સાયબર ક્રાઈમની જાણ કરવા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં.

દેશમાં સાયબર અપરાધોની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય અને I4C ચાંપતી નજર રાખી રહ્યા છે. ઉપરાંત નાગરિકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવા માટે પણ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલ આ નવો 4 અંકનો હેલ્પલાઈન નંબર કોઈપણ પ્રકારના સાયબર ક્રાઈમ માટે ઉપયોગમાં લઈ શકાશે.  

ભાડા કરાર સમયે આ વાતનું રાખો ખાસ ધ્યાન, નહી તો મુશ્કેલીમાં મુકાશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Embed widget