શોધખોળ કરો
Advertisement
ઝાકિર નાઈકની થઈ શકે ધરપકડ, રિજિજૂએ કહ્યું રિપોર્ટના આધારે થશે કાર્યવાહી
નવી દિલ્લી: ભડકાઉ ભાષણ આપવાના આરોપના વિવાદોમાં ઘેરાયેલા પ્રચારક ઝાકિર નાઈકની ધરપકડ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ડો. ઝાકિરની ધરપકડની તૈયારીમાં છે.
ઈસ્લામના પ્રચાર-પ્રસારના નામે ભડકાવનારા ભાષણ આપનારા ઝાકિર નાઈક પર કાર્યાવાહી થઈ શકે છે. હાલ તે દેશની બહાર છે, પણ પાછા આવ્યા બાદ ઝાકિર સામે પલગા લઈ શકાય છે. પ્રોફેશનલી ઝાકિર એક ડોક્ટર છે અને ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશનના પ્રમુખ છે.
ઝાકિર નાયકને લઈને દેશમાં ભલે વિવાદ ચાલી રહ્યો હોય પણ તેમના સમર્થન કરનારા ઓછા નથી. લાલુની પાર્ટી આરજેડીથી બિહારના દરભંગાથી સાંસદ અને કેંદ્રીય મંત્રી રહી ચૂકેલા અશરફ અલી ફાતમીએ કહ્યું કે નાઈક ઈસ્લામ જ નહિ ઘણા ધર્મોના સ્કોલર છે.
ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં ઢાકાના કેફેમાં થયેલા હુમલાના આતંકવાદીઓ ડો. ઝાકિર નાઈકના ભાષણો સાંભળતા હોવાનું જાણવા મળ્યુ છે. ડો. ઝાકિર નાઈક ઈસ્લામ ઘર્મના પ્રચાર માટે ભાષણો આપે છે અને ટીવી શોમાં સંબોધન કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement