શોધખોળ કરો
Advertisement
જાન્યુઆરીમાં GST કલેક્શને તોડ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ, જાણો સરકારને કેટલી આવક થઈ
કેન્દ્રીય નાણામંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૧માં કેન્દ્રને જીએસટી કલેક્શન સ્વરૂપે રૂ. ૧,૧૯,૮૪૭ કરોડની આવક થઈ છે.
GST Revenue collection: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરશે. આ પહેલા અર્થવ્યવસ્થાથી મોટા સારા સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરીમાં જીએસટી કલેક્શને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે, નાણા મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આ મહિને એક લાખ બીસ હજાર કરોડ રૂપિયા જેટલું જીએસટી કલેક્શન થયું છે. GST લાગુ થયા બાદ ત્રણ વર્ષમાં આ સૌથી વધારે કમાણી છે.
વર્ષ પહેલાની તુલનામાં 8 ટકાનો વધારો
નાણા મંત્રાલયે પોતાના ટ્વીટમાં એક ગ્રાફ શેર કરીને લખ્યું કે, “જાન્યુઆરી 2021માં જીએસટી કલેક્શન એક લાખ 19 હજાર 847 કરોડ રૂપિયા રહ્યું છે. આ મહિનામાં જીએસટી કલેક્શન વર્ષ પહેલાની તુલનામાં આઠ ટકા વધારે છે.”
કેન્દ્રીય નાણામંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૧માં કેન્દ્રને જીએસટી કલેક્શન સ્વરૂપે રૂ. ૧,૧૯,૮૪૭ કરોડની આવક થઈ છે, જેમાં રૂ. ૨૧,૯૨૩ કરોડ સીજીએસટી, રૂ. ૨૯,૦૧૪ કરોડ એસજીએસટી, આયાત પર એકત્રીત રૂ. ૨૭,૪૨૪ કરોડ સહિત રૂ. ૬૦,૨૮૮ કરોડ આઈજીએસટી અને ગૂડ્સની આયાત પર એકત્રીત રૂ. ૮૮૩ કરોડ સહિત રૂ. ૮,૬૨૨ કરોડ સેસનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી, જીએસટી કલેક્શનના આંકડા સતત તેજ રિકવરી બતાવી રહ્યા છે. ડિસેમ્બર 2020માં જીએસટી કલેક્શન 1,15,174 કરોડ રૂપિયા હતું. જીએસટી કાયદો અમલમાં આવ્યા પછી કોઈપણ મહિનામાં આ સૌથી વધુ જીએસટી સંગ્રહ હતો. જે ગયા વર્ષના ડિસેમ્બર મહિના કરતા 12 ટકા વધારે છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ સતત ત્રીજો મહિનો છે, જેમાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર કરી ગયું છે. તેના અગાઉના મહિનામાં એટલે કે નવેમ્બર 2020માં, કુલ જીએસટી કલેક્શન 1,04, 963 કરોડ રૂપિયા હતું.✅GST Revenue collection for January 2021 almost touches ₹1.20 lakh crore ✅Revenues for month of January 2021 are 8% higher than GST revenues in same month last year ✅GST revenues during January 2021 are the highest since introduction of GST Read more➡️ https://t.co/kKpPlK0i4X pic.twitter.com/TG0hQW9oGp
— Ministry of Finance (@FinMinIndia) January 31, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement