શોધખોળ કરો
કોરોના ટેસ્ટ મામલે કેન્દ્ર સરકારે ગુજરાતી પોલ ખોલી, જાણો પ્રતિ દસ લાખ કેટલા થાય છે ટેસ્ટ
ગોવા ત્રીજા સ્થાને અંદમાન-નિકોબાર ચોરા સ્થાને અને પાંચમાં સ્થાને આંધ્રપ્રદેશ છે.
![કોરોના ટેસ્ટ મામલે કેન્દ્ર સરકારે ગુજરાતી પોલ ખોલી, જાણો પ્રતિ દસ લાખ કેટલા થાય છે ટેસ્ટ Gujarat ranks second to last in Corona Tests, Delhi leads with more Tests કોરોના ટેસ્ટ મામલે કેન્દ્ર સરકારે ગુજરાતી પોલ ખોલી, જાણો પ્રતિ દસ લાખ કેટલા થાય છે ટેસ્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22161037/covid-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોરોના ટેસ્ટની કામગીરીમાં કેંદ્ર સરકારે ગુજરાતની પોલ ખોલી છે. પ્રતિ દસ લાખની વસતીએ દેશમાં થયેલા સરેરાશ ટેસ્ટની સરખામણીએ સૌથી વધુ ટેસ્ટ કરનાર 23 રાજ્યોમાં ગુજરાત છેલ્લાથી બીજા ક્રમે છે. દિલ્લી ત્રણ લાખ 30 હજાર 201 ટેસ્ટ સાથે દેશમાં પ્રથમ છ. જ્યારે ગુજરાતમાં 10 લાખની વસતીએ માત્ર એક લાખ ચાર હજાર 138 ટેસ્ટ થતા 22માં ક્રમે છે.
કેંદ્ર સરકાના ઈંડિયા ફાઈટ્સ કોરોના નામના ટ્વિટર પર અપલોડ કરેલી વિગતો મુજબ દેશમાં પ્રતિ 10 લાખની વસ્તીએ કોરોનાના એક લાખ 159 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની સ્થિતિ નબળી જોવા મળી રહી છે. બીજા સ્થાને લદાખમાં 10 લાખની વસતીએ બે લાખ 41 હજાર 335 ટેસ્ટ થયા છે. આ સિવાય ગોવા ત્રીજા સ્થાને અંદમાન-નિકોબાર ચોરા સ્થાને અને પાંચમાં સ્થાને આંધ્રપ્રદેશ છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1564 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 14889 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 189420 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14803 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 208278 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1451 દર્દી સાજા થયા હતા અને 68,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 77,59,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.95 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)