શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
આતંકીઓ સામે મોરચો સંભાળતા જવાનોએ જબરદસ્ત કાર્યવાહી શરૂ કરી જેમાં એક આતંકી ઠાર મરાયો હતો. જવાનોએ આખા વિસ્તારને ઘેરી લીધુ હતુ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ફરી એકવાર સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. મળેલી માહિતી અનુસાર, સેનાએ અત્યાર સુધી એક આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષાદળોને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે. બાતમીના આધારે જવાનોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી અને સામસામે ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.
આતંકીઓ સામે મોરચો સંભાળતા જવાનોએ જબરદસ્ત કાર્યવાહી શરૂ કરી જેમાં એક આતંકી ઠાર મરાયો હતો. જવાનોએ આખા વિસ્તારને ઘેરી લીધુ હતું.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019ના પહેલાના ચાર મહિનામાં 177 આતંકી ઘટનાઓમાં 61 સુરક્ષાજવાનો અને 11 અસૈનિક નાગરિકોના જીવ ગયા છે. આતંકી ઘટનાઓમાં 142 લોકો ઘાયલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion