Gujarat Assembly : બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ
Gujarat Assembly : બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ
બજેટ સત્રની શરુઆતમાં જ વિધાનસભા ઉપાધ્યક્ષની યોજાશે ચૂંટણી. બજેટ રજૂ થાય તે પહેલા વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ. સિનિયર ધારાસભ્યને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવી શકાય તેવી શક્યતા. બેથી ત્રણ ટર્મનો અનુભવ ધરાવતા ધારાસભ્યને બનાવાશે ઉપાધ્યક્ષ. વિધાનસભા ઉપાધ્યક્ષનું પદ સોંપાઈ શકે ઓબીસી સમાજના MLAને. દક્ષિણ ગુજરાતના OBC ધારાસભ્યને બનાવાઇ શકે ઉપાધ્યક્ષ. કોંગ્રેસ અને આપ પાસે સંખ્યાબળ ન હોવાના કારણે નિર્વિરોધ નિયુક્તિ સંભવ. 25 ડિસેમ્બરે જેઠાભાઈએ આપ્યુ હતુ ઉપાધ્યક્ષ પદે રાજીનામું. વ્યસ્તતાનું કારણ આપી જેઠાભાઈ ભરવાડે વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદેથી આપ્યુ હતુ રાજીનામું. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. હવે કોણ નવા ઉપાધ્યક્ષ બનશે તેના પર સૌની નજર છે.





















