(Source: ECI/ABP News/ABP Majha)
Gurugram Bus Fire: ગુરુગ્રામમાં મુસાફરો ભરેલી વોલ્વો બસમાં લાગી આગ, બેના મોત
દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામમાં ચાલતી વોલ્વો બસમાં આગ લાગી હતી.આગ લાગ્યા બાદ કેટલાક લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
Gurugram News: દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામમાં ચાલતી વોલ્વો બસમાં આગ લાગી હતી.આગ લાગ્યા બાદ કેટલાક લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટનામાં ઘાયલ લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસ ગુરુગ્રામથી મહોબા જઈ રહી હતી. શરૂઆતમાં માહિતી આવી રહી હતી કે 10-15 લોકોએ બસની બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ સ્થાનિક પ્રશાસને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. બસમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. બસ નંબર AR 01 K7707 આગનો ભોગ બની હતી.
ગુરુગ્રામના માઇલસ્ટોન બિલ્ડીંગ પાસે અકસ્માત
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટના 32 માઈલસ્ટોન બિલ્ડિંગની સામે રાત્રે 9 વાગ્યે થઈ હતી. તમને જણાવી દઈએ કે લોકો ઘણી વાર રાત્રે વોલ્વો ટૂરિસ્ટ બસમાં મુસાફરી કરે છે, જેમાં ઘણી સ્લીપર બસો પણ હોય છે.
#WATCH | Haryana | A bus caught fire on the Delhi-Jaipur expressway in Gurugram this evening. Details awaited.
— ANI (@ANI) November 8, 2023
(Video Source: Video confirmed by locals) pic.twitter.com/HFyxvhbUmZ
પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ - ગુરુગ્રામ પોલીસ
ગુરુગ્રામ પોલીસે સોશિયલ મીડિયા પર લખ્યું, "પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે."
15થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા
આગમાં 15થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણ લોકોને સફદરગંજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. છ લોકોની સિવિલ હોસ્પિટલમાં અને પાંચની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે આઠ વાગ્યે ગુરુગ્રામના સેક્ટર-12થી કામદારોથી ભરેલી અરુણાચલ પ્રદેશની બસ ઉત્તર પ્રદેશના હમીરપુર જઈ રહી હતી. દિલ્હી ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ગૂગલ ઓફિસની સામે બસમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ તેમાં કેટલાક ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. જેના કારણે આગ લાગવાની આશંકા છે. હાલમાં બસમાં આગ લાગવાની ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.