Gyanvapi Survey : આજથી 26 વર્ષ પહેલા 1996માં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો, જાણો ત્યારે સર્વે રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું
Gyanvapi Masjid Survey : જ્ઞાનવાપી મસ્જિદના સર્વે દરમિયાન શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Gyanvapi Survey : દેશમાં અત્યારે સુધી વધુ ચર્ચાઈ રહેલો મુદ્દો જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો છે. બે દિવસથી ચાલી રહેલા સર્વે (Gyanvapi Masjid Survey)માં આજે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળી આવવાનો દાવો કરવામાં આવ્યો છે. હિન્દૂ પક્ષ દ્વારા કરવામાં આવેલા આ દાવા બાદ કોર્ટે એ જગ્યાને સીલ કરવાનો તેમજ તે જગ્યામાં કોઈને પણ પ્રવેશ ન આપવાનો આદેશ કર્યો છે. પરંતું શું તમને ખબર છે કે આજથી 26 વર્ષ પહેલા એટલે કે 1996માં પણ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે (Gyanvapi Masjid Survey) કરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટમાં તમામ બાબતો રજૂ કરવામાં આવી હતી કે સર્વે (Gyanvapi Masjid Survey) દરમિયાન શું શું મળી આવ્યું હતું.
1996ના સર્વે રિપોર્ટની મુખ્ય બાબતો
1996માં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો હતો, તેના રિપોર્ટમાં આ બાબતો રજૂ કરવામાં આવી હતી :
1) જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે 26 વર્ષ પહેલા પણ કરવામાં આવ્યો હતો. તે સર્વેમાં એડવોકેટ કમિશનર રાજેશ્વર પ્રસાદ સિંહ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ પ્રાચીન કાળની દિવાલોથી ઘેરાયેલી છે.
2) તે દીવાલો કોઈ પ્રાચીન મંદિરના અવશેષો જેવી લાગે છે.
3) પૂર્વમાં મોટું પ્લેટફોર્મ અને પશ્ચિમમાં મંદિરના ખંડેર છે.
4) મંદિરના ત્રણ તૂટેલા દરવાજા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. અને એ જ મંદિરના ખંડેર પર મસ્જિદ જેવું માળખું બનાવવામાં આવ્યું છે.
5) પ્લેટફોર્મની પશ્ચિમ બાજુએ ગણેશ અને શૃંગાર ગૌરીની મૂર્તિ છે. જ્યારે દક્ષિણમાં વિશાળ પ્લેટફોર્મ નીચે ભોંયરું છે.
6) ભોંયરાના દરવાજાની સામે જ્ઞાનવાપી કૂવો, નંદી, ગૌરીશંકર મહેશ્વર છે.
આ સર્વે 3 જૂન, 1996ના રોજ કરવામાં આવ્યો હતો.