Gyanvapi Mosque : જ્ઞાનવાપી મામલે સુપ્રીમ કોર્ટે શિવલિંગને લઈ આપ્યો મહત્વનો આદેશ
મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા વૈજ્ઞાનિક તપાસના આદેશ પર રોક લગાવવાની માંગ કરી હતી. યુપી સરકારે પણ આ મામલાને નજીકથી જોવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
Carbon Dating in Gyanvapi Mosque : સુપ્રીમ કોર્ટે આજે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં મહત્વનો ચુકાદો આક્યો છે. જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ જેવી રચનાની વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતી તપાસ પર રોક લગાવી દીધી હતી. હવે મુખ્ય કેસ સાથે વધુ સુનાવણી થશે. મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા વૈજ્ઞાનિક તપાસના આદેશ પર રોક લગાવવાની માંગ કરી હતી. યુપી સરકારે પણ આ મામલાને નજીકથી જોવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
સુનાવણી દરમિયાન, મસ્જિદ સમિતિનું પ્રતિનિધિત્વ કરતા વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે વૈજ્ઞાનિક પરીક્ષણ સોમવારથી શરૂ થશે. આવી સ્થિતિમાં તેને રોકવું જરૂરી છે. કેસમાં સિવિલ લિટીગેશન સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જ્યારે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું હતું કે, ASIએ અમને રિપોર્ટ આપ્યો છે કે સ્થળને નુકસાન નહીં થાય.
તેના પર CJI DY ચંદ્રચુડે કહ્યું પણ કહ્યું હતું કે, અમે ASI પાસેથી રિપોર્ટ પણ લઈ શકીએ છીએ. સરકાર એ બાબતે પણ વિચારી રહી છે કે કઈ પદ્ધતિઓ અપનાવી શકાય. ત્યાર બાદ અમે આ મામલો સાંભળીશું. તેમણે કહ્યું હતું કે, અમે નોટિસ જારી કરી રહ્યા છીએ કારણ કે તમામ પક્ષોએ તેનો સ્વીકાર કર્યો છે. હવે હાઈકોર્ટના આદેશની સમીક્ષા કરવાની જરૂર છે. આ સ્થિતિમાં તેનો અમલ ના થવો જોઈએ.
શું છે મામલો?
12 મેના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલી એક રચના કેટલા વર્ષ જુની છે તેના માટે કાર્બન ડેટિંગ જેવી અદ્યતન તકનીક સહિત વૈજ્ઞાનિક પરીક્ષણોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો, જેનો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે શિવલિંગ છે.
હાઇકોર્ટે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશને રદિયો આપ્યો હતો, જે અંતર્ગત મે 2022માં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં હાથ ધરાયેલા સર્વેક્ષણ દરમિયાન મળી આવેલા માળખાના કાર્બન ડેટિંગ સહિત અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણો કરવા માટેની અપીલ અરજીને ફગાવી દેવામાં આવી હતી.
Gyanvapi Mosque Case: જ્ઞાનવાપી મસ્જિદ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, જાણો ક્યારે થશે સુનાવણી
જ્ઞાનવાપી કેસમાં એક મોટા સમાચાર આવ્યા છે. કોર્ટે કોઈ સમય બગાડ્યા વગર કેસની સુનાવણી કરતા સમગ્ર કેસને ફાસ્ટ ટ્રેક પર ટ્રાન્સફર કરી દીધો હતો. હવે જ્ઞાનવાપી મસ્જિદ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલશે, કહેવામાં આવી રહ્યું છે કે આ મામલાની રોજ સુનાવણી થઈ શકે છે અને વહેલી તકે ચુકાદો સંભળાવી શકાય છે. આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 30 મેથી સુનાવણી થશે. સિવિલ જજ રવિ દિવાકરે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. હવે જજ મહેન્દ્ર પાંડે આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરશે. જો કે જ્ઞાનવાપી પર દાખલ કરવામાં આવેલી નવી અરજી જ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની માહિતી મળી છે.